Site icon Revoi.in

સરકાર ગઠન કરવાની તૈયારીમાં હવે તાલિબાનઃ કાબુલ પહોંચ્યા તાલિબાની નેતા મુલ્લા બરાદર

Social Share

 

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં તાલિબાનની ચર્ચાએ જોર પકડ્યું છે, એફઘાનિસ્તાનને પોતાની બાનમાં લીઘા બાદ તાલિબાનીઓએ અફઘાનમાં પોતાની હુકુમત ચલાવવાનું શરુ કરી ગીધીું છે,ત્યારે હેવ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન સરકારની રચના કરવામાં વ્યસ્ત છે. જેને લઈને તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર આજ રોજ કાબુલ આવી હોચ્યા છે.

તાલિબાન નેતા ખલીલ હક્કાની પણ તાજેતરના દિવસોમાં કાબુલમાં હાજર જોવા મળી રહ્યા છે. હક્કાની અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક ગણાય છે, જેના પર 5 મિલિયન ડોલરનું ઇનામ છે. હક્કાની સોશિયલ મીડિયા પર ગુલબુદ્દીન હેકમતયારને મળતો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિતેલી કાલે 20 આગોસ્ટના તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ હક્કાની કાબુલની એક મસ્જિદમાં નમાજ પઢતા જોવા મળી આવ્યા છે. કહેવાતા હક્કાની નેટવર્કના અન્ય અગ્રણી નેતા અનસ હક્કાની પણ કાબુલમાં હાજર છે અને પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લાને મળ્યા હતા. આવી સ્થિતિમાં નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે તાલિબાન ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી શકે છે.

તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને માહિતી આપી હતી કે મુલ્લા બરાદર એક સમાવેશી સરકાર બનાવવા માટે જેહાદી નેતાઓ અને રાજકારણીઓ સાથે મુલાકાત કરવા કાબુલ પહોંચ્યા છે. બરાદાર 17 ઓગસ્ટના રોજ દોહાની રાજધાની કતારથી અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પહોંચ્યા. કંદહાર તાલિબાનનો ગઢ રહ્યો છે. કંદહાર પહોંચ્યા બાદ બરાદરે કહ્યું હતું કે તાલિબાનનું શાસન અલગ પ્રકારનું હશે. તાલિબાનોએ કહ્યુ છે કે તેઓ ઈચ્છે છે કે તેમની સરકાર હવે સમાવેશી હોય, જો કે હજી સુધી એ વાત   સ્પષ્ટત નથી થી કે તાલિબાનની આ  સરકારમાં કયા કયા ચહેરાઓ સામે આવશે.

મુલ્લા બરાદરની પાકિસ્તાનમાં  વર્ષ 2010 માં ધરપકડ કરવામાં આવી હતી. તેને વર્ષ 2018 સુધી કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યો  હતો. આ વર્ષે અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાને તેને કતારમાં સ્થળાંતરીત કર્યો હતો.ત્યાર બાદ બારાદારને દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેના કારણે અમેરિકી સૈન્યને તેનું 20 વર્ષનું અભિયાન પાછું ખેંચવું પડ્યું હતું.