દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મજબુત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશો વચ્ચે વેપારી સંબંધો પણ ખુબ જૂના છે. બંને દેશોની ભોગોલિક નીકળતા અને ઐતિહાસિક સંબંધોને જોતા ભારત અફઘાનિસ્તાનનું નેચરલ ટ્રેડિંગ ભાગીદાર છે. દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદકોનું મોટુ બજાર છે.
અફઘાનિસ્તાનમાં આવેલા રાજકીય બદલાવને કારણે ભારતમાં ડ્રાઈ ફ્રુટના ભાવમાં વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં મચેલા ઉથલ-પાથલને વચ્ચે આયાત ઉપર અસર પડી છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો છે. વેપારીઓએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ જેવા અનેક ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે. જો કે, 15 દિવસથી તેની આયત થઈ નથી રહી, જેથી બજારમાં સુકા મેવાની અછત જોવા મળી રહી છે.
જમ્મુ ડ્રાયફ્રુટ રિટેલ એસો.ના પ્રમુખ જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી લગભગ એક મહિનાથી આપાતની મુશ્કેલી ઉભી છઈ છે. છેલ્લા 15 દિવસમાં કોઈ સામાન આવ્યો નથી. જેથી ભારતના બજારમાં ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી સુકા મેવાની આયાતમાં વધારો થયો છે. અફઘાનિસ્તાનથી ભારતમાં થતી આયાતમાં 99 ટકા હિસ્સો કૃષિ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનનો છે. પરંતુ ફરી એકવાર તાલીબાને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. જેથી બંને દેશના સંબંધ ઉપર પણ અસર જોવા મળી રહી છે. ભારત માટે અફઘાનિસ્તાન સુકા મેવાનો સૌથી મોટો સ્ત્રોત છે.
ગૃહયુદ્ધ દરમિયાન પણ ત્યાં સુકો મેવો, બાદામનું ભરપુર ઉત્પાદન થયું છે. તાલીબાનના આગમનથી અફઘાનિસ્તાનથી સુકો મેવો અને બદામ આવે તેવી શકયતાઓ ઓછી છે. જાણકારોના મત અનુસાર તાલીબાનને કારણે અફઘાનિસ્તાન સાથે પહેલા જેવા સંબંધ નહીં રહે. જેથી આ દિવાળીએ લોકોને અફઘાની સુકો મેવો અને બાદામની અછતનો સામનો કરવો પડશે.