- રશિયાએ તાલિબાનના કર્યા વખાણ
- શા માટે કહ્યું કે,ગની શાશન કરતા કાબુલની સ્થિતિ હવે સારી
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવે એ તાલિબાનના અફઘાન પ્રત્યેના આચરણની પ્રશંસા કરી છે. તેમનો અભિગમ “સરસ, સકારાત્મક અને વ્યવસાય જેવો ગણાવ્યો છે, તેમણે કહ્યું કે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે પહેલા 24 કલાકમાં કાબુલને પહેલાના સત્તાવાળાઓ કરતા વધુ સુરક્ષિત બનાવ્યું છે. મોસ્કોના ઇકો મોસ્કવી રેડિયો સ્ટેશન સાથે વાત કરતા, ઝિર્નોવે કહ્યું, “પરિસ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં બધું શાંત થઈ ચૂક્યું છે. અશરફ ગની કરતાં તાલિબાન હેઠળ કાબુલની સ્થિતિ હવે સારી છે.”
ઉલ્લેખનીય છે કે અશરફ ગની સરકાર રવિવારે અફઘાનિસ્તાનથી ભાગી ગયા હતા. આ સાથે જ તાલિબાનીઓ એ આશ્ચર્યજનક રીતે શાસન કબજે કર્યું. અફઘાન પ્રમુખે દલીલ કરી હતી કે તેમણે દેશને લોહીની નદીઓ હેતી થવાથી બચાવવા દેશ છોડી દીધો હતો. જોકે તે હવે ક્યાં છે, તેની સત્તાવાર રીતે કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. કાબુલમાં રશિયન દૂતાવાસે સોમવારે આરોપ લગાવ્યો હતો કે ગની ચાર કાર અને રોકડ ભરેલા હેલિકોપ્ટર સાથે કાબુલ છોડીને ભાગી ગયો હતો.
અફઘાનિસ્તાન માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ પ્રતિનિધિ ઝમીર કાબુલોવ એ વિતેલા દિવસને સોમવારે કહ્યું હતું કે, ગનીનું કાબુલમાંથી ભાગી જવું તે અક શરમજનક કહી શકાય છે. તે જ સમયે, ઝિર્નોવે કહ્યું કે શરૂઆતમાં તાલિબાન હથિયારો વિના કાબુલ પહોંચ્યું હતું. સરકાર અને અમેરિકન સેનાને તેમના હથિયારો સોંપવા કહ્યું હતું. બાદમાં, સશસ્ત્ર તાલિબાન લડવૈયાઓ પણ પહોંચ્યા હતા. ગનીએ દેશ છોડ્યા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
વધુમાં આ બબાતને લઈને રશિયન રાજદૂતે કહ્યું કે તાલિબાને રશિયન દૂતાવાસની સુરક્ષા પરિધિ પર પહેલેથી જ નિયંત્રણ લઈ લીધું છે. તેમણે કહ્યું કે તાલિબાને અગાઉના કરારો અનુસાર રશિયન રાજદ્વારીઓનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુવતીઓ શાળાએ જઈ રહી છે. કાબુલમાં શાળાઓ ફરી કાર્યરત થવા લાગી.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં રશિયાએ તાલિબાનનો સંપર્ક કર્યો છે. તાજેતરમાં છેલ્લા મહિનામાં મોસ્કોએ તેના પ્રતિનિધિઓને ઘણી વખત હોસ્ટ કર્યા છે. 1989 માં સોવિયત યુનિયનએ તેની છેલ્લી સેના પાછી ખેંચી તે પહેલા દેશને કટ્ટરપંથી ઇસ્લામિક જૂથને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયો. કાબુલોવે સોમવારે કહ્યું કે તાલિબાન સાથે સંબંધો બનાવવાની મોસ્કોની લાંબી ઝુંબેશ રંગ લાવી રહી છે .