અફઘાનિસ્તાન સરકાર અશરફ ગની ભાગતા જ રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનની હુકુમત- ઈસ્લામી અમીરાતનું અહીંથી જ થશે એલાન
- અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાન ચલાવશે હવે કુકુમત
- અહીંથી જ કરશે ઈસ્લામીક અમીરાતનું એલાન
દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી હતી. પોતાના ભવિષ્યને લઈને ભયભીત થયેલા લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર પડાપડી કરી રહ્યા છે,.આ દરમિયાન અંધાધૂંધીમાં 5 ના મોત પણ થયા હતા. અમેરિકાએ 6 હજાર સૈનિકોને ઉતારવા માટે એરપોર્ટ પર કબજો કર્યો હતો અને તેના કારણે ભીડને દૂર કરવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું ,જેના કારણે ણે ઘણી ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી.
કાબુલ એરપોર્ટ પર નાસભાગ મચી તે પહેલા તાલિબાને રવિવારે રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કર્યો હતો. આ દરમિયાન, રાષ્ટ્રપતિ અશરફ ગની ઘણા નેતાઓ અને અધિકારીઓ સાથે દેશ છોડી ગયા.
અફઘાનની પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને અમેરિકાએ પોતાના રાજદ્વારીઓને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા. તાલિબાને કહ્યું કે અમારું સંગઠન ટૂંક સમયમાં કાબુલમાં રાષ્ટ્રપતિ સંકુલમાંથી અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત બનાવવાની જાહેરાત કરશે. સત્તા સ્થાનાંતરણ માટે સંકલન પરિષદની રચના કરવામાં આવી ચૂકી છે. આ દરમિયાન સેના પ્રમુખને હટાવી દેવામાં આવ્યા છે.
કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ થયા બાદ સોશિયલ મીડિયા પર જે અંધાધૂંધીનો વીડિયો સામે આવ્યો છે તે ભયાનક પરિસ્થિતિ વર્ણવી રહ્યો છે. અહીં અમેરિકાએ હવાઈ ટ્રાફિક કંટ્રોલ સંપૂર્ણ નિયંત્રણ માંલઈ લીધો છે. બીજી તરફ તાલિબાનોએ બાગરામ એરપોર્ટ પર પણ કબજો કરી લીધો છે, જે એક સમયે યુએસ લશ્કરી મથક હતું.
અમેરિકી સૈન્યએ તેના અને તેના સાથી કર્મચારીઓની સલામતી માટે કાબુલ એરપોર્ટ સંકુલનો કબજો લીધો છે. હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ સામાન્ય વ્યાપારી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે સેંકડો અફઘાન અને અન્ય દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે.