Site icon Revoi.in

તાલિબાને અફઘાન સાથે શાંતિ વાર્તાને લઈને ત્રણ મોટી શરતો રાખી -શરતો માનવી અશરફ ગની સરકાર માટે અસંભવ

Social Share

 

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા આતંક ફેલાવવામાં આવી રહ્યો છે, સતત તાલિબાન અફઘાનના કેટલાક સ્થળો પોતાની બાનમાં લઈ રહ્યું છે, આ બાબતે તાલિબાનને મદદ કરવા માટે સમગ્ર વિશ્વ પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી  રહ્યું છે. વિશ્વના કેટલાક દેશોના દબાણના કારણે પાકિસ્તાને રાવલપિંડીમાં એક બેઠકનું સૂચન કર્યું છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, તાલિબાન અને ક્વેટા શુરાના નેતાઓ સત્તાને લઈને વાતચીત કરશે. પરંતુ અશરફ ગની સરકાર માટે તાલિબાનોએ અફઘાન સરકાર સમક્ષ વાતચીત માટે જે શરતો મૂકી છે તે  માનવી ખૂબ જ અસંભવ દેખાઈ રહી છે.

આ પહેલા પણ 17 થી 19 જુલાઈ વચ્ચેના સમય દરમિયાન અશરફ ગની અને તાલિબાન નેતાઓ મુલ્લા યાકુબ અને સિરાજુદ્દીન હક્કાની વાતચીત નિષ્ફળ ગઈ હતી કારણ કે તાલિબાન નેતાઓએ રાષ્ટ્રપતિ ગની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. આ પહેલ યુએસના ખાસ પ્રતિનિધિ ઝાલ્મય ખલીલઝાદ અને યુકેના આર્મી ચીફ નિક કાર્ટરનો પ્રયત્ન હતો જે નિષ્ફળ રહ્યો હતો

કારણ કે તાલિબાન રાષ્ટ્રપતિ ગની સાથે વાત કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં, રાજા ઝહિરના પુત્ર અને અફઘાન સાંસ્કૃતિક વારસા સંરક્ષણ કેન્દ્રના અધ્યક્ષ પ્રિન્સ મીરવાઇસ ખાનનું નામ વાર્તાલાપકાર તરીકે દેખાઇ રહ્યું છે. મીરવાઇસ પશ્ચિમી શિક્ષણના વિદ્વાન છે અને અફઘાનિસ્તાનમાં રહે છે. જોકે, અફઘાન સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ તારીખ કે વાર્તાલાપના નામ નક્કી કરવામાં આવ્યા નથી..

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના દબાણ હેઠળ તાલિબાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરકાર સાથે વાટાઘાટકાર સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ શાંતિ સમજૂતીનો માર્ગ ઘણો મુશ્કેલ છે. કાબુલ સ્થિત રાજદ્વારીઓના મતે, તાલિબાને મંત્રણા અંગે અફઘાન સરકાર સમક્ષ ત્રણ શરતો મૂકી છે.

જાણો તાલિબાને અફઘાનિલસ્તાન સરકાર સામે કંઈ ત્રણ શરતો રાખી

આ ત્રણ શરતો પૈકી પહેલી શરત એ છે કે,અફઘાનિસ્તાનની જેલોમાં તમામ તાલિબાન કેદીઓની બિનશરતી મુક્તિ કરવામાં આવે. બીજી શરત એ છે કે અફઘાન સરકારે તાલિબાનને આતંકવાદી જૂથ તરીકે સંયુક્ત રાષ્ટ્રની યાદીમાંથી દૂર કરવા માટે પોતાની ઓફિસનો ઉપયોગ કરવો પડશે. ત્રીજી શરત એ છે કે રાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રી, આર્મી ચીફ, ઈન્ટેલિજન્સ એજન્સી વડા એ તમામ હોદ્દેદારો માત્ર તાલિબાનના હોવા જોઈએ.