- અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક
- 33 લોકોની કરવામાં આવી હત્યા
- અફ્ઘાન સરકાર સામે મોટો પડકાર
દિલ્હી : અફ્ઘાનિસ્તાનની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે તે તાલિબાનનું પ્રભુત્વ અફઘાનિસ્તાનના અનેક રાજ્યો પર સતત વધી રહ્યું છે અને હવે તેણે છેલ્લા બે અઠવાડિયામાં ધાર્મિક બુદ્ધિજીવીઓ, આદિવાસી નેતાઓ, પુરુષ તેમજ મહિલા પત્રકારો, આદિવાસી નેતાઓ તેમજ એક્ટિવિસ્ટો મળીને 33થી વધુ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું અફઘાનિસ્તાન ઈન્ડિપેન્ડન્ટ હ્યુમન રાઈટ્સ કમિશન ના પ્રવક્તા ઝબીહુલ્લા ફરહાંગે જણાવ્યું હતું. તાલિબાન એ હવે અફ્ઘાનિસ્તાનની સરકાર સામે પણ મોટો પડકાર ઉભો થયો છે.
અફ્ઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર આ અગાઉ તાલિબાનીઓ દ્વારા કંદહારના સ્પીન બોલ્ડાક વિસ્તારમાં 100થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. અફઘાન મૂવમેન્ટ સાથે જોડાયેલા હજારો લોકોને તાલિબાનીઓ દ્વારા પકડવામાં આવ્યા છે જેમાંથી કેટલાકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તાલિબાની ઉગ્રવાદીઓ દ્વારા કંદહાર શહેરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને કેટલાક રહીશો સહિત ૩૦૦થી વધુ લોકોને પકડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. જો કે તાલિબાનીઓ દ્વારા આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે.
જો વાત કરવામાં આવે તાલિબાનીઓની ક્રુરતાની તો ઘાતકી તાલિબાનીઓ દ્વારા સરકારના અધિકારીઓનાં સગાઓ તેમજ પોલીસ અને આર્મીના અધિકારીઓનાં સગાઓની પણ ક્રૂર હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. તાલિબાનીઓ દ્વારા દેશનાં 200થી વધુ પ્રાંત પર કબજો જમાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે અને ૩૦૦થી વધુ લોકોને પકડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે.