- તાલિબાને પીએમ મોદીનો માન્યો આભાર
- જાણો શું છે સમગ્ર વાત
- ભારતના આ કામથી તાલિબાન પણ ખુશ
દિલ્હી:ભારતમાં અત્યાર સુધી કોઈ પણ સરકાર આવી હોય, તેના માટે માનવતા ધર્મ સૌથી ઉપર રહ્યો છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ દેશ પર સંકટ આવે ત્યારે ભારત તેની મદદ પહેલા પહોંચે અને તે વાતથી વિશ્વના મોટાભાગના દેશો જાણકાર હશે. હવે ભારતના વડાપ્રધાન પીએમ મોદીના વખાણ તાલિબને પણ કર્યા છે.
વાત એવી છે કે ભારતે તાજેતરમાં અફઘાનિસ્તાનને 1.6 મેટ્રિક ટન જીવનરક્ષક દવાઓનું પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલ્યું છે. આ સહાય શનિવારે નવી દિલ્હીથી કાબુલ માટે વિશેષ વિમાન દ્વારા મોકલવામાં આવી હતી, જે બાદ ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદઝાઈએ ટ્વિટર પર કહ્યું હતું કે આ સહાય ઘણા અફઘાન પરિવારોને આ મુશ્કેલ સમયમાં મદદ કરશે અને ઘણા લોકોના જીવ બચાવશે.
એમ્બેસેડર ફરીદે પણ કહ્યું કે,બધા બાળકોને થોડી મદદ, થોડી આશા અને તેમનામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિની જરૂર છે. તો અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના નાયબ પ્રવક્તા અહમદુલ્લા વસિકે પણ શનિવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘ભારત આ ક્ષેત્રમાં અગ્રણી દેશ છે.’ તો જુઓ ભારત-અફઘાનિસ્તાન સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે,તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે અને પોતાની સરકાર બનાવી છે. આજે કોઈ દેશ અફઘાનિસ્તાનની મદદ કરવા તૈયાર નથી. પરંતુ તેમ છતાં ભારતે મોટી મદદ કરી છે