- તાલિબાને અમેરિકા સામે ચીમકી ઉચ્ચારી
- જો માન્યતા નહી મળે તો દુનિયાએ ભોગવવું પડશે પરિણામ
દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી તાલિબાનીઓ એ અફઘાનમાં પોતાની હુકુમત જમાવી છે, ત્યારથી સમગ્ર વિશ્વભરમાં તાલિબાનીઓની અવગણના થી રહી છે,કાબુલ પર કબજો થયાને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વિશ્વના કોઈ પણ દેશે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને માન્યતા આપી નથી. જો કે, તેનાથી સ્તબ્ધ થઈને તાલિબાને ફરી એકવાર અમેરિકા સહિત તમામ દેશોને કહ્યું છે કે જો તેને માન્યતા નહીં આપવામાં આવે તો તે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમસ્યા રુપ સાબિત થશે.
પાકિસ્તાન, ચીન ભલે તાલિબાન સરકારના સમર્થનમાં આવ્યા હોય પરંતુ હજુ સુધી કોઈ દેશે તેને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. આ સાથે જ વિદેશોમાં અફઘાનિસ્તાનની અબજો રૂપિયાની સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે.જેને લઈને તાલિબાન હવે બોખલાય રહ્યું છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “અમારો યુનાઇટેડ સ્ટેટ્સ માટે સંદેશ છે કે જો અમને માન્યતા આપવામાં નહીં આવે તો અફઘાનિસ્તાનમાં સમસ્યાઓ આજ રીતે ચાલુ રહેશે.” આ પ્રદેશની સમસ્યા છે અને ધીમે ધીમે વિશ્વની સમસ્યા બનતા વાર નહી લાગ છે.
આ સાથે જ અમેરિકા સામે ચીમકી ઉચ્ચારતા ઝબીઉલ્લાહે એમ પણ કહ્યું કે છેલ્લી વખત અમેરિકા અને તાલિબાન વચ્ચે યુદ્ધનું કારણ એ પણ હતું કે બંને વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો નહોતા.
ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ તે જ વર્ષે અફઘાનિસ્તાનમાં પોતાના સૈનિકો મોકલ્યા હતા. તે સમયે તાલિબાન સરકારે આતંકવાદી સંગઠન અલ-કાયદાના લીડર ઓસામા બિન-લાદેનને અમેરિકાને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના કારણે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલવાનો નિર્ણય લીધો હતો.
મુજાહિદે વધુમાં એમ પણ કહ્યું, ‘જે કારણોથી યુદ્ધ થયું તેને વાટાઘાટો દ્વારા ઉકેલી શકાય છે, તે રાજકીય સમજૂતી દ્વારા પણ ઉકેલી શકાય છે’. મુજાહિદે વધુમાં કહ્યું કે માન્યતા એ અફઘાન લોકોનો અધિકાર છે.