Site icon Revoi.in

લો બોલો… પ્રેમીકાએ બાઈક મામલે છોડી દેતા પ્રેમી બન્યો વાહન ચોર, 25 વાહનની કરી ચોરી

Social Share

લખનૌઃ મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની એક રિઢા વાહન ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની 25 બાઇક મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેની પાસે તેને ફરવા માટે બાઇક ન હતી. જેથી ગર્લફ્રેન્ડે તેને છોડી દીધો હતો. તણાવમાં, તે પહેલા ડ્રગ્સનો વ્યસની બન્યો અને પછી લોકોની બાઇક ચોરવા લાગ્યો હતો. તેની ગર્લફ્રેન્ડને ચીડવવા માટે તે દરરોજ બાઇક બદલીને તેની સામે જતો હતો. એટલું જ નહીં ચોરેલા વાહન અલીગઢ-હાથરસના ગ્રામીણ વિસ્તારોમાં વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.

ઈન્સ્પેક્ટર રવિ ત્યાગીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વૃંદાવનમાંથી બે બાઇક ચોરાઈ હતી. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત હતી. તપાસ દરમિયાન પીરીગઢી, રાયના રહેવાસી રાહુલ સિંહનું નામ સામે આવ્યું હતું. તેમજ તેનું લોકેશન કાન્હા માખણ જવાના રસ્તે રુક્મિણી વિહાર રાઉન્ડ અબાઉટ પાસે મળ્યું હતું. તેના પર SWAT ટીમના ઈન્ચાર્જ અભય કુમાર શર્માની મદદથી તેને ત્યાંથી પકડી લેવામાં આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે વાહન ચોરીના બનાવો કબૂલ્યા હતા. આરોપીઓ પાસેથી મળી આવેલી બાઇક અલીગઢ, મથુરા, હાથરસ, હરિયાણા નંબરની છે. પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે. આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબુલાતથી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

 

#MathuraVehicleTheft, #LoverTurnedThief, #VehicleThiefArrested, #MathuraCrime, #UPPoliceCrackdown, #VehicleTheftGang, #StolenVehiclesRecovered, #CrimeInMathura, #MathuraPolice, #ThiefCaught, #CrimeNews, #IndiaCrime, #PoliceInvestigation, #CrimeBusted, #LawAndOrder, #CrimeInIndia, #PoliceAction