લખનૌઃ કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સરકારી કચેરીમાંથી એક બકરી ફાઈલ લઈને ભાગી ગઈ હતી અને કર્મચારીઓ આરામ કરતા રહ્યા. કર્મચારીઓની આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કાનપુરની બ્લોક ઓફિસનો છે. જ્યારે બકરીએ ઓફિસમાં ઘુસી ત્યારે કર્મચારીઓ ઠંડીથી બચવા તડકો લેતા હતા. તેમજ તેમણે બહાર ટેબલ-ખુરશી હતી. આ કર્મચારીઓની સામે જ બકરી ચરતી હતી, પણ કોઈએ પરવા ન કરી. આ પછી બકરી ઓફિસમાં દાખલ થઈ હતી.
कानपुर भी गज़बे है भाई.. एक बकरी सरकारी कार्यालय से पेपर चबा के भाग रही है और कर्मचारी पीछा कर रहे है pic.twitter.com/ql6Yt0D3aE
— rajeev nigam (@apnarajeevnigam) December 1, 2021
બકરી અંદર પ્રવેશી અને ત્યાં રાખેલી ફાઈલ મોંમાં દબાવી આરામથી નીકળી ગઈ હતી. ફાઈલને ખોરાક સમજીને બકરી તેને ચાવવા લાગી હતી. થોડા સમય પછી બકરી ઉપર નજર પડતા કર્મચારીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ ફાઈલ લેવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જો કે, બકરી તેમના હાથમાં આવી ન હતી. બકરી આમ-તેમ દોડતી રહી અને સ્ટાફ તેને પકડવા તેની પાછળ દોડતો રહ્યો હતો. ઘણા પ્રયત્નો પછી બકરીને પકડવામાં સફળતા મળી હતી. જો કે, ત્યાં સુધીમાં તે અડધી ફાઈલ ચાવી ચૂકી હતી. કોઈક રીતે, કર્મચારીઓએ બાકીની ફાઈલ સાચવી લીધી હતી. દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ વીડિયો વાયરલ થયો અને યુઝર્સે કર્મચારીઓની ક્લાસ શરૂ કરી દીધી.
શાલ્વી ઠાકુરએ આ વીડિયોનો જવાબ આપતા કર્મચારીઓ પર પ્રહાર કર્યા હતો. તેણે લખ્યું હતું કે, “આ એવા લોકો છે કે જેઓ પદની ગરિમા અને તેમની બેદરકારીને સમજી શકતા નથી, જેના માટે અન્ય કોઈ નહીં પરંતુ સામાન્ય લોકો પીડાય છે”. ટ્વિટર યુઝર અશોક કુમારએ લખ્યું હતું કે, “બકરી ઓફિસમાં ઘૂસી ગઈ અને ફાઈલ મોંમાં રાખીને ફરતી રહી, કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. આ બહુ મોટી બેદરકારી છે. જો કે, આ ઘટના અંગે કર્મચારીઓ કે અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.