મુંબઈ અને કોલકાતા જેવા 7 મહાનગરોની સરખામણીમાં હરિયાળી મામલે દિલ્હી મોખરે – રિપોર્ટ
- દિલ્હીમાં ગ્રીનનરી વધુ હોવાનો રિપોર્ટમાં ખુલાસો
- કોલકતા અને મુંબઈથી આ બબાદે દિલ્હી આગળ
દિલ્હીઃ- સામાન્.ય રીતે આપણે પ્રદુષણની વાત આવે એટલે રાજધાની દિલ્હીને મોખરે રાખીએ છીએ, રાજધાનીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદુષણ જોવા મળે છે.જો કે આ પ્રદૂષણની સ્થિતિનો સામનો કરી રહેલા દિલ્હી અને એનસીઆરના લોકો માટે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે.અક સર્વે મુજબ દેશની રાજધાની નવી દિલ્હી આર્થિક રાજધાની મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા સાત મહાનગરોમાં હરિયાળીમાં સૌથી આગળ છે.
દેશની રાજધાની નવી દિલ્હી ઉપરાંત મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર અને અમદાવાદ જેવા મહાનગરોમાં વન કવર અંગે સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન એ વાત સામે આવી છે કે નવી દિલ્હીમાં સૌથી વધુ 194.24 ચોરસ કિલોમીટરનું જંગલ છે. જ્યારે કોલકાતા જંગલ કવરની દ્રષ્ટિએ સૌથી ખરાબ છે.
જાણો કયા રાજ્યની રાજધાનીમાં કેટલી હરિયાળી
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે પ્રમાણે જ્યાં નવી દિલ્હીમાં 194.24 ચોરસ કિલોમીટરનું જંગલ વિસ્તાર છે, દેશની આર્થિક રાજધાની વન કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. મુંબઈમાં કુલ 110.77 ચોરસ કિમી વન કવર ચિહ્નિત કરવામાં આવ્યું છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 89.2 ચોરસ કિલોમીટર, હૈદરાબાદમાં 81.81 ચોરસ કિલોમીટર, અમદાવાદમાં 9.41 ચોરસ કિલોમીટર, ચેન્નાઈમાં 89.02 ચોરસ કિલોમીટર જંગલ કવરની ઓળખ કરવામાં આવી છે.તો બીજી તરફ પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતામાં માત્ર 177 વર્ગ કીમી વન ફેલાયેલું છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વન કવરના સર્વેની સાથે વૃક્ષો વિશે પણ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે હૈદરાબાદમાં સૌથી વધુ 29.96 ચોરસ કિલોમીટરમાં વૃક્શો પથરાયેલા છે. જ્યારે બેંગ્લોરમાં 14.87 ચોરસ કિમી, અમદાવાદમાં 4.58 ચોરસ કિમી અને ચેન્નાઈમાં 1.77 ચોરસ કિમી અને દેશની રાજધાની નવી દિલ્હીમાં 0.40 ચોરસ કિમી વિસ્તારમાં વુક્ષો મળી આવે છે, જ્યારે કોલકાતા, મુંબઈ જેવા શહેરોમાં આ પ્રકારની ઝાડીઓ જંગલો જ નથી.