Site icon Revoi.in

દેશમાં ગંભીર રીતે બીમાર કરનારા વેરિએન્ટ ખૂબ જ ઓછા -રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

દિલ્હીઃ- એક તરફ જ્યાં કોરોનાના કેસમાં થોડાઅંશે વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાના ગંભીર વેરિએન્ટને લઈને એક સારા સમાચાર પણ  સામે આવી રહ્યા છે  વાત જાણે એમ છે કે ભારતમાં કોરોના વાયરસના બહુ ઓછા રિકોમ્બિનન્ટ પ્રકારો જોવા મળ્યા છે. જેમાંથી કોઈએ ટ્રાન્સમિશન, ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવામાં વધારો દર્શાવતો નથી.

આ મામલે ભારતીય SARS-COV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે , રીકોમ્બિનન્ટ વાયરસના બે અલગ અલગ પ્રકારોની આનુવંશિક સામગ્રીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.લગભગ ત્રણ મહિના પછી INSACOG દ્વારા આ રિપોર્ટ અપલોડ કરવામાં આવ્યો છે. તે 8 એપ્રિલ સુધી 240,570 નમૂનાઓનો અભ્યાસ કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, “જીનોમ સિક્વન્સિંગના અભ્યાસોએ દર્શાવ્યું છે કે ભારતમાં બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ જોવા મળ્યા છે. અત્યાર સુધી, કોઈને પણ ટ્રાન્સમિશન કે ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવામાં વધારો જોવા મળ્યો નથી.

આ બાબતે  52 પ્રયોગશાળાઓમાં વાયરસના પરિવર્તનનું મોનિટરિંગ ચાલી રહ્યું છે. સંશોધકોએ કહ્યું કે રિકોમ્બિનન્ટ્સના શંકાસ્પદ પ્રકારો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ જાહેર આરોગ્યને લઈને કોઈપણ પ્રકારની એલર્ટ પર નજર રાખવામાં આવી રહી છે.