Site icon Revoi.in

પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ વચ્ચે વાત થઈ, ભારત આવવા આપ્યું આમંત્રણ

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ બેંજામિન નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેથી તેઓ ટુંક સમયમાં ભારતનો પ્રવાસ કરે તેવી શકયતા છે. પીએમ મોદીએ નેતન્યાહૂ છઠ્ઠીવાર ઈઝરાયલના પીએમ બનવા બદલ શુભકામના પાઠવી હતી. તેમજ સફળ કાર્યકાળની કામના કરી હતી.

આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આપણા સારા દોસ્ત ઈઝરાયલના પીએમ સાથે વાત કરીને સારુ લાગ્યું છે. ચુંટણીમાં જીત અને છઠ્ઠીવાર પીએમ બનવા મામલે શુભકામના પાઠવી છે. આપણી પાસે ભારત-ઈઝરાયલ રણનીતિ ભાગીદારીને એક સાથે આગળ વધવાનો વધુ એક મોકો મળ્યો છે.