ભારત અને રશિયા વચ્ચે નોર્થ સી રુટ પર થઈ વાટાઘાટો, ગેમચેન્જર સાબિત થઈ શકે છે આ સમુદ્રી માર્ગ
નવી દિલ્હી : રશિયાના સરકારી એટોમિક એનર્જી કોર્પોરેશન રોસાતોમના સીઈઓએ ખુલાસો કર્યો છે કે ભારત અને રશિયા વચ્ચે થર્મોન્યૂક્લિયર ફ્યૂઝન અને નોર્થ સી રુટને સંયુક્તપણે વિકસિત કરવાની વાત થઈ રહી છે. રોસાતોમના સીઈઓ એ. ઈ. લિખાચેવાએ કહ્યુ છે કે બારત અને રશિયાની વ્ચચે આગામી સમયમાં પરમાણુ તકનીકના ક્ષેત્રમાં સહયોગ વધવાની સંભાવના છે અને તેમાં બિનઊર્જા અને બિનપરમાણુ ક્ષેત્રો પર ફોક્સ કરવામાં આવશે.
લિખેચેવાએ કહ્યુ છે કે ભારત અને રશિયાની વચ્ચે નોર્ધન સી રુટને સાથે મળીને વિકસિત કરવાની પણ વાતચીત થઈ રહી છે. હાલ રશિયાની કંપની રોસાતોમ જ આ રુટને વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ રુટની મદદથી રશિયાનું ઓઈલ, કોલસો અને એલએનજી ભારત જલ્દી પહોંચી શકશે. તેની સાથે જ આ રુટ પરથી એશિયાનું યૂરોપથી અંતર ઘણાં હજાર કિલોમીટર ઘટી જશે. લિખેચોવાએ કહ્યુ છે કે અમે યૂરો-એશિયન કન્ટેનર ટ્રાન્ઝિટ પ્રોજેક્ટના ફ્રેમવર્ક પર સહયોગનો વિકલ્પ શોધી રહ્યા છીએ.
હવે પશ્ચિમથી પૂર્વની વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વેસ્ટ – ઈસ્ટ ટ્રાન્ઝિટ રુટથી થાય છે. તેનું અંતર 21 હજાર કિલોમીટર છે અને આ રુટથી એશિયાથી યૂરોપ સુધી સામાન મોકલવામાં લગભગ એક માસનો સમય લાગે છે. નોર્ધન સી રુટ વિકસિત થયા બાદ આ અંતર ઘટીને 13 હજાર કિલોમીટર રહેશે અને સામાન મોકલવામાં પણ એક માસના સ્થાને માત્ર બે સપ્તાહનો સમય લાગશે. નોર્ધન સી રુટથી વ્યાપારીક ગતિવિધિઓ ઝડપી થશે અને તેની ઈકોનોમી પર સકારાત્મક અસર પડશે.
લિખાચેવાએ ગત મહીને તમિલનાડુના કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ રશિયાના સહયોગી જ બનાવાય રહ્યો છે. લિખાચેવાએ કહ્યુ છે કે કુડનકુલમ પરમાણુ ઊર્જા કેન્દ્રના નિર્માણ દરમિયાન બંને દેશોને સાથે મળીને કામ કરવાનો અનુભવ મળ્યો છે. ભારતીય કંપનીઓ, રોસાતોમ દ્વારા બાંગ્લાદેશના રુપપુરમાં બનાવાય રહેલા પરમાણુ ઊર્જા પ્લાન્ટના નિર્માણ સાથે જોડાયેલો છે. તેમણે કહ્યુ છે કે ભારત અને રશિયાની વચ્ચે વૈજ્ઞાનિક રિસર્ચ અને નિયંત્રિત થર્મોન્યૂક્લિયર ફ્યૂઝનના ક્ષેત્રમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે. રોસાતોમ, ભારતીય વૈજ્ઞાનિકોને રશિયામાં બનાવાય રહેલા એમબીઆઈઆર મલ્ટી પર્પઝ ફાસ્ટ ન્યૂટ્રોન રિસર્ચ રિએક્ટરમાં રિસર્ચની સુવિધા આપવા માટે પણ તૈયાર છે. આ દુનિયાનું સૌથી શક્તિશાળી રિસર્ચ રિએક્ટર હશે અને તેમાં મેડિકલ, એપ્લાઈડ ફિઝિક્સ અને નવા તત્વોને બનાવવા જેવા મુદ્દાઓ પર રિસર્ચ થશે.
ચીન બાદ ભારતમાં સૌથી વધારે પરમાણુ ઊર્જા કેન્દ્રોનું નિર્માણ થઈ રહ્યું છે. 2030 સુધીમાં બિનજીવાશ્મી ઈંધણના ઉપયોગમાં 50 ટકાનો ઘટાડો ને 2050 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય મેળવવામાં પરમાણુ ઊર્જા બેહદ મહત્વની છે.