- તમાલપત્ર અનેક રીતે ગુણકારી
- શરદી ખાસીમાં પણ ખાસ ઉપયોગ
ભારતીય કિચનમાં અનેક મસાલાઓ જોવા મળે છે ત્યારે આ દરેક મસાલાઓ અનેક રીતે ઉપયોગી થાય છે.જેમાં આરોગ્ય માટે તમાલપત્ર પણ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. તમાલપત્ર કોઈપણ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવાનું કામ કરે છે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
ખાસ કરીને તમાલપત્રમાં ફ્લેવોન્સ, ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ટેનીન, યુજેનોલ, એન્થોકયાનિન જેવા આવશ્યક તત્વો હોય છે.
આયુર્વેદમાં પણ આ ઔષધીય પાનના ફાયદા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. જો કે, તમાલપત્રનું વધુ પડતું સેવન તમને થોડું નુકસાન પણ કરી શકે છે.
તમાલપત્રને ખાવાના સ્વાદને વધારવાનું કામ કરે છે,તમે કાળી ચામાં તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથછી ગળાનો દુખાવો મટે છે
આ સાથે જ સારા વાળ માટે પણ તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળો. તેમાં થોડા તમાલપત્ર નાખો. 5-10 મિનિટ ઉકાળ્યા પછી, શેમ્પૂ કર્યા પછી આ પાણીને વાળમાં લગાવો.
તમાલપત્રને બાળવામાં આવે તો તેની અંદરના સાત્વિક ગુણો હવામાં પ્રસરે છે. આ કારણે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી રાહત મળે છે. આ ધુમાડો શ્વાસમાં લેવાથી આપણા શરીરમાંથી બધા જ ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જાય છે.
આ સાથે જ હૃદયને દોડતું રાખવા અને શ્વસનતંત્ર માટે પણ તમાલપત્રનો ધુમાડો શ્રેષ્ઠ ઉપચાર છે. આ સાથે જ તમાલપત્રનો ધુમાડો એજિંગની પ્રક્રિયા પણ ધીમી પાડી દે છે.
આ સાથે જ તમાલપત્ર એન્ઝાઈટી કે વ્યગ્રતા ઘટાડવામાં તમાલપત્રનો ધુમાડો મદદરૂપ છે. તે શરીરનો થાક ઓછો કરે છે. તમાલપત્રમાં સિનીયોલ, પિનેને, એલિમિસિન જેવા તત્વો છે. આ તત્વોને જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઉર્જા આપે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.
આ સહીત તમાલપત્રના તેલનો ઉપયોગ પીડા અને બળતરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ કરી શકાય છે. તેલ લઈને દુખતી જગ્યા પર લગાવો અને હળવા હાથે માલિશ કરો.જેનાથી તમને રાહત મળશે,
આ સાથે જ ઘણા લોકો શરદી-શરદી, ખાંસી, પાચન સંબંધી સમસ્યાઓમાં તમાલપત્રને પાણીમાં ઉકાળીને પીવે છે.