- ખાટી-મીઠી આમલીના અનેક ફાયદા
- સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- અનેક રોગોને દૂર કરવામાં મદદગાર
આમલી એક એવી વસ્તુ છે કે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કારણકે આમલી લોકોને ખૂબ જ પસંદ હોય છે.આમલી ખાવામાં થોડી મીઠી અને ખાટી હોય છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓની તૈયારી કરવા દરમિયાન થાય છે. અને તેને ખોરાકમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ પણ વધે છે. ઘણા લોકોને આમલીની ચટણી ખાવાનું ખૂબ જ ગમે છે અને તેને નિયમિત રીતે ખાઇ છે. આમલી સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તેને ખાવાથી આપણું શરીર ગંભીર રોગોથી સુરક્ષિત રહે છે.ત્યારે આજે અમે તમને આમલીને લગતા કેટલાક એવા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.
આમલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમલીમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે. જો તમે આમલીનું સેવન કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
લોહીની કમી દૂર થાય છે
આમલીમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન જોવા મળે છે. આમલીનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં આયર્ન મળે છે. જે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે. તેથી, આમલીનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે. એવામાં જો કોઈને લોહીની કમી હોય તો તે આમલીનું સેવન કરી શકે છે.
વજન ઘટાડવામાં મદદગાર
આમલીનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે. કારણ કે આમલીમાં હાઇડ્રોક્સિલ એસિડની પૂરતી માત્રા મળી આવે છે. જે શરીરમાં હાજર વધારાની ચરબીને બર્ન કરીને એન્ઝાઇમ વધારે છે, જે શરીરનું વજન ઘટાડે છે. એવામાં વધારે વજનવાળા લોકોને આમલીનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
પાચન ક્રિયામાં ફાયદાકારક
આમલીનું સેવન કરવાથી પાચનમાં પણ મદદ મળે છે. આમલીમાં કેટલાક પોષક તત્વો છે, જે પાચનમાં મદદ કરે છે.એવામાં જો આમલીના ઓષધીય ગુણધર્મો પાચન સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો કોઈની પાચક પ્રક્રિયા સારી રીતે ચાલી રહી નથી, તો તેને આમલીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
દેવાંશી