Site icon Revoi.in

તમિલનાડુઃ અભિનેતા અને DMDKના સંસ્થાપક કેપ્ટન વિજ્યકાંતનું નિધન

Social Share

બેંગ્લોરઃ તમિલનાડુના દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ (ડીએમડીકે) નેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નઈમાં નિધન થયું હતું. જેઓ કોરોની ઝપટમાં આવ્યા હતા. અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીએમડીકેએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલિફને કારણે વિજ્યકાંતને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર વિજ્યકાંતને 20મી નવેમ્બરના રોજ એમઆઈઓટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, વિજ્યકાંતને નિમોનિયાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. મેડિકલ સ્ટાના પ્રયાસો છતા આજે તેમનું નિધન થયું છે. વિજ્યકાંતને શ્વાસની બીમારીની સારવાર ચાલતી હતી અને અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ચાલુ મહિનામાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતા લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડિતા હતા. 71 વર્ષના વિજ્યકાંતએ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

વિજ્યકાંતના નિધન ઉપર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે, વિજયકાંતજીના નિધનથી ખુબ દુઃખી છું. તમિલ ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતાના લાખો પ્રસંશકો છે. એક રાજનેતા તરીકે તેઓ સાર્વજનિક સેવાઓ પ્રતિ પ્રતિબદ્ધ હતા. તેમના નિધનથી એક ખાલીપન છોડી ગયું છે જે ભરવુ મુશ્કેલ છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટેલિન ડીએમડીએકના પ્રમુખ કેપ્ટન વિજ્યકાંતના આવાસ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, સમગ્ર રાજકીય સમ્માન સાથે વિજ્યકાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

વિજ્યકાંતનું ફિલ્મી કેરિયર જોરદાર હતું. તેમણે અનેક હિટ ફિલ્મો આપી હતી. જાણકારી અનુસાર તેમણે લગભગ 154 જેટલી ફિલ્મોમાં અભિયન કર્યો છે. તેમણે રાજકારણમાં પ્રવેશ સાથે જ ડીએમડીકેની સ્થાપના કરી હતી. તેઓ વિરુધાચલમ અને ઋષિવંડિયમ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય પણ રહી ચુક્યાં છે.