તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું
બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું.
ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, વિવિધ ગેંગ દ્વારા ફિશિંગ બોટનો ઉપયોગ કરીને રામનાદ (તામિલનાડુ)માં વેધલાઈ કિનારે વિદેશી મૂળના સોનાની દાણચોરી કરવામાં આવી રહી છે. DRI અધિકારીઓએ ICGની મદદથી દરિયાકાંઠાની વ્યાપક દેખરેખ હાથ ધરી હતી અને શંકાસ્પદ માછીમારી બોટની ઓળખ કરી હતી. આ બોટ શ્રીલંકાના દરિયા કિનારેથી આવી હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સોનાની દાણચોરીના આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ દરિયામાં આ બોટનો પીછો કર્યા બાદ શંકાસ્પદ માછીમારી બોટમાંથી એકને અટકાવવામાં આવી હતી. ઈન્ટરસેપ્શન દરમિયાન, ફિશિંગ બોટ પર સવાર માણસોએ પ્રતિબંધિત પાર્સલને દરિયામાં ફેંકી દીધું હતું. પ્રતિબંધિત પાર્સલમાં રૂ. 7.13 કરોડની કિંમતનું 11.6 કિલો વિદેશી મૂળનું સોનું મળ્યું હતું. સોનાની દાણચોરી માટે ઉપયોગમાં લેવાતી બોટ સાથે જપ્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બોટ ઝડપાઈ આ દરમિયાન અન્ય એક શંકાસ્પદ માછીમારી બોટની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ, ડીઆરઆઈ અધિકારીઓ ભારતીય કસ્ટમ્સ પેટ્રોલિંગ બોટમાં સવાર થયા અને શંકાસ્પદ માછીમારી બોટ તરફ આગળ વધ્યા અને દૂરથી જોયું કે બોટના કબજો કિનારા પર રાહ જોઈ રહેલા બે રીસીવરોને પાર્સલ આપી રહ્યા હતા.
દરિયામાંથી ભારતીય કસ્ટમની બોટ ઝડપથી આવી રહેલી જોઈને બંને રિસીવર્સે દાણચોરીનું સોનું લઈને અંધારામાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ અંધારામાં રીસીવરોનો પીછો કર્યો અને તેમને દબાવી દીધા હતા. સુરક્ષા અધિકારીઓએ તપાસ કરતા તેમના જેકેટમાંથી આઠ પેકેટ મળી આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ વધારે તપાસ કરતા તેમની પાસેથી રૂ. 13.08 કરોડની કિંમતનું 21.269 કિલો વિદેશી મૂળનું સોનું મળી આવ્યું હતું. સોનાની દાણચોરી માટે વપરાતી બોટ અને ટુ-વ્હીલર સહિત તેને જપ્ત કરવામાં આવ્યો છે.