Site icon Revoi.in

તમિલનાડુ સરકારની મહિલાઓને ખાસ ભેંટ -આ યોજના હેઠળ દર મહિને 1 હજાર રુપિયા મળવા પાત્ર બનશે

Social Share

દેશના દરેક રાજ્યો પોતાના રાજ્યની મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી રહ્યા છે જેના થકી મહિલાઓને આર્થિક સહાય પુરી પાડી શકાય અને મહિલાઓ આ લાભ લઈને  ાર્થિક રીતે સધ્ધર બની રહે ત્યારે હવે તમિલનાડુની સરકારે પણ મહિલાઓ માટે એક યોજના વિકસાવી છે જેના ભાગરુપે મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે.

આ બબાતની વઘુ જાણકારી અનુસાર  તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યની મહિલાઓને ભા ભેંટ આપી  છે. તેમણે કાંચીપુરમમાં કલાઈગ્નાર મહાલીર ઉરીમાઈ થોગાઈ થિટ્ટમ (કલૈગનાર મહિલા સશક્તિકરણ ગ્રાન્ટ સ્કીમ)નું ઉદ્ઘાટન કર્યું હતું.આ કલ્યાણ યોજના સ્વર્ગસ્થ દ્રવિડિયન આઇકોનની જન્મજયંતિ પર શરૂ કરવામાં આવી છે. 

 માહિતી અનુસાર આ યોજના હેઠળ, તમામ પાત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં દર મહિને  1 હજાર રુપિયા જમા કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ યોજનાના લાભાર્થીઓને એટીએમ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું.આ યોજનાની શરૂઆત શાસક ડીએમકેના મુખ્ય ચૂંટણી વચનોમાંથી એકની પરિપૂર્ણતા દર્શાવે છે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજના પાર્ટીના લોકોને આપેલા વચનોની 100 ટકા પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે.