Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી
ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીની વિરુદ્ધ ડીએમકેના નેતાઓએ મદ્રાસ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી. તેના પર સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અનિતા સુમંતની ખંડપીઠે ડીએમકેના નેતાઓને રાહત આપતા તેમની વિરુદ્ધની અરજી નામંજૂર કરી દીધી.
વકીલ પી. વિલ્સને કહ્યુ છે કે હિંદુ મુન્નાનીની ટીમે ડીએમકેના નેતાઓ સામે શા માટે વારંટો અરજી દાખલ કરી હતી, કે જેને હાઈકોર્ટે ફગાવી દીધી.
ગત વર્ષ સપ્ટેમ્બરમાં ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા સાથે કરતા સનાતન ધર્મને ખતમ કરવાની વાત કહી હતી. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર દેશમાં ખૂબ હંગામો થયો અને ડીએમકે નેતાની વિરુદ્ધ એફઆઈઆર થઈ હતી.
હિંદુ મુન્નાની નામના સંગઠને વિવાદીત નિવેદનને લઈને ડીએમકેના નેતાઓને પદ પરથી હટાવવાની માગણી કરી હતી.
હાઈકોર્ટે હિંદુ સંગઠનની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું છે કે સનાતન ધર્મની તુલના એચઆઈવી, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરવું બંધારણના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. બંધારણયી પદ પર બેઠેલા લોકોએ વિભાજનકારી નિવેદન આપવા જોઈએ નહીં.