Site icon Revoi.in

જામનગરના હાપાયાર્ડમાં મગફળી અને કપાસની જોરદાર આવક થતા તમિલનાડુના વેપારી ખરીદી માટે પહોંચ્યા

Social Share

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળી તથા કપાસની ભરપૂર આવક શરુ થઇ ચૂકી છે.ખેડૂતોને જણસીનો ભાવ પણ ઉંચો મળી રહ્યો હોય, જેથી ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઇને પહોંચી રહ્યાં છે.હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થઇ ચૂકી છે.

જેના પગલે તમિલનાડુથી વેપારીઓ હાપા યાર્ડમાં મગફળીની ખરીદી કરવા આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે,જામનગરની મગફળીની તમિલનાડુના વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે.ગત વર્ષે પણ તમિલનાડુથી વેપારીઓ મોટી સંખ્યામાં જામનગર આવ્યા હતાં.આ વર્ષે પણ મગફળીની આવક શરુ થતાં તમિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવી પહોંચ્યા છે,બીજા યાર્ડોની સરખામણીમાં હાપા યાર્ડ મગફળીના ભાવો પણ ઉંચા જોવા મળી રહ્યાં છે.જેમાં 20 કિલો મગફળીના ભાવ રૂ.1360 સુધી રહ્યાં હતાં.આમ, 6000 મણ મગફળીની આવક થઈ છે.

જો કે ખેડૂતોનો સંતોષજનક ભાવ મળ્યો છે તેવું કેટલાક સ્થાનિકોનું કહેવું છે. આગામી સમયમાં મગફળી અને કપાસની ખરીદી માટે અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક વેપારીઓ અહિંયા આવી શકે છે.