Site icon Revoi.in

થરાદ-સાંચોર હાઈવે પર નીલ ગાયને બચાવવા જતાં ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, ટેન્કર ભસ્મીભૂત

Social Share

પાલનપુરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. ત્યારે રોડ પર નીલગાય દોડી આવતા તેને બચાવવા જતાં ટેન્કરનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર ટેન્કર પલટી ખાતાં ટેન્કરમાં કેમિકલને લીધે આગ લાગી હતી. અને જોતજાતોમાં ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું હતું. આ બનાવની થરાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, થરાદ સાંચોર હાઇવે પર મિયાલ નજીક હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. સાંચોર બાજુથી આવી રહેલા ટેન્કર સામે નીલ ગાય વચ્ચે આવી જતાં ટેન્કરચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર રોડ પર પલટી ખાઇ જતાં અચાનક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના દરમિયાન અન્ય વાહનચાલકોએ ટેન્કરચાલકને બહાર કાઢતા તેનો બચાવ થયો હતો. ટેન્કરને આગ લાગતાં થરાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે થરાદ ફાયર ગાડીને પણ વચ્ચે અકસ્માત નડતાં થરાદ ફાયર ઓફિસરે સાંચોર ફાયરને જાણ કરતાં સાંચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં ટેન્કર બળીને ખાક થઈ હતી. આ બનાવની થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફિક જામ થયેલો ટ્રાફિક ક્લીયર કર્યો હતો.