સરહદ ઉપર ભારતીય ચોકીઓની સામે ચીને તૈનાત કર્યા ટેન્ક ?
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સેનાને તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ચીનની વધુ એક મેલી મુરાદ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યાં છે. ચીને LAC પર રેજાંગ લા, રેચિન લા, અને મુખોસરી પર ટેન્ક તૈનાત કર્યા છે.ચીને સરહદ પર ભારતીય ચોકીઓ સામે 30-35 હળવા અને આધુનિક ટેન્કોની તૈનાતી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ ગત વર્ષ મે મહિનામાં શરૂ થયો હતો. જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત તરફથી સડક નિર્માણને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. 5 મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થયા બાદ સૈન્ય ગતિરોધ પેદા થયો હતો. ત્યારબાદ ચીની સૈનિક 9 મેના રોજ સિક્કિમના નાથૂ લામાં પણ ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતા. જેમાં અનેક સૈનિકોને ઈજા થઈ હતી. તા. 15 જીનના રોજ લદાખની ગલવાન ખીણમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા અને ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો હતો.
ભારત અને ચીન દ્વારા સરહદ ઉપર કડકડતી ઠંડીમાં પણ પોતાના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પૂરેપૂરી તૈયારી કરી છે અને પહેલીવાર 17000 ફૂટની ઊંચાઈ પર ટેન્ક તૈનાત કર્યા છે. પૂર્વ લદાખના રેજાંગ લા, રેચિન લા અને મુખોપરીની પહાડીઓ પર આ ટેન્કોને તૈનાત કરી છે.