- ગેરકાયદેસર દબાણ દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઇ
- મામલતદાર અને પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા
- લારી-ગલ્લાઓ સહિત કાચા-પાકા દબાણો દૂર કરાયા
અરવલ્લી: ભિલોડામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મામલતદાર કચેરીથી મોહનપુર ત્રણ રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું જેસીબી ફરી વળ્યું હતું. સંકલન સમિતિની મળેલી બેઠકમાં દબાણ દૂર કરવા માટે નિર્ણય લેવાયો હતો. ગ્રામપંચાયત દ્વારા મામલતદાર અને પોલીસની હાજરીમાં રસ્તા પર લારી-ગલ્લાઓ સહિત કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા.
જોકે,તંત્ર દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા સિવાય દબાણો દૂર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે તે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ વધારે થતી હોવાનું જાણવા મળ્યું છે.