- તાકર મહેતાકા ઉલટા ચશ્નામા શોમાં ફરી જોવા મળશે બબિતાજી
- મુનમુન દત્તાએ ફરી શૂટિંગ શરુ કર્યું
મુંબઈઃ સોની સબ પર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ખૂબજ લોકપ્રિયતા મએળવતો શો છે, જેમાં જેઠાલાલ અને બબીતાજીના પાત્રને લઈને થતી રમૂજ દર્શકોને ખૂબ પસદં આવી રહી છે ત્યારે મ’બબીતા જી’ એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા શોના શૂટિંગ સેટ પર પરત ફરી છે. તેણે શો માટે પોતાનું શૂટિંગ શેડ્યૂલ પણ ફરીથી નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળથી અફવાઓ ચાલી રહી હતી કે મુનમુને શોને અલવિદા કહી દીધો છે. જોકે, હવે તે ફરી એકવાર આગામી એપિસોડમાં ‘બબીતા જી’ની ભૂમિકામાં દર્શકોનું દિલ જીતવા આવી રહી છે.
શોના નિર્દેશક અસિત કુમાર મોદીએ મીડિયાને માહિતી આપતા મુનમુનના શૂટિંગ અંગેની પુષ્ટિ કરી છે. તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુનમુન ઘણા વર્ષોથી અમારી ટીમનો એક ભાગ છે અને તેણે શો છોડી દીધો છે તે માત્ર એક અફવા હતી. તેણે શોનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે અને તમે તેને જલ્દી આ શોમાં જોશો. શૂટિંગ સફળ રહ્યું છે, ટીમને શૂટિંગમાં કોઈ સમસ્યા નહોતી અને અમે બધા બરાબર છીએ અને અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
થોડા સમય પહેલા મુનમુન દત્તાએ એક વિડીયોમાં ચોક્કસ જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેનો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ઘણા યુઝર્સે અભિનેત્રી સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને તેની ધરપકડ કરવાની માંગ કરી. તે જ સમયે, અભિનેત્રીએ તેની ભૂલનો અહેસાસ થતાં જ માફી માંગી, પરંતુ આ પછી પણ મામલો શાંત થયો નહીં.
મુનમુન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ પાંચેય રાજ્યોમાં નોંધાયેલી FIR પર રોક લગાવી દીધી હતી. આ કેસ પછી, મુનમુન તેના શો તારક મહેતામાં દેખાયો નહીં, તેથી લોકોને લાગ્યું કે તેણે શો છોડી દીધો છે.