‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ નટ્ટુ કાકાને છે કેન્સર – 77 વર્ષિય ઘનશ્યામ નાયક લઈ રહ્યા છે સારવાર
- તારક મહેતાના નટૂ કાકાને કેન્સરની બિમારી
- તેમની સાચી રહીછે સારવાર
- એપ્રિલ મહિનામાં તેમને આ વાતની થઈ હતી જાણ
મુંબઈઃ- ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં’ જે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય શો છે,જેમાં નટ્ટુ કાકા ‘ની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા એક્ટર 77 વર્ષીય ઘનશ્યામ નાયક કેન્સર સામે લડત લડી રહ્યા છે, આ વર્ષના એપ્રિલ મહિનામાં તેમને આ ગંભીર બીમારી ની જાણ થઈ હતી.
તેમની બિમારી અંગે જાણ થતા તેમની સારવાર ચાલુ કરીદેવામાં આવી છે. તેમના પુત્રએ એક્ટરના કેન્સર અંગે માહિતી આપી છે. જો કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન ‘નટ્ટુ કાકા’ એ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે ઘણી વખત કીમોથેરેપી કરાવ્યા બાદ હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં કામ પણ શરૂ કરવા માંગે છે.
આ મામલે એક મીડિયા સાથે વાતચીત કરતા ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસ એ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા મારા પિતાના ગળામાં સ્પોટસ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમણે આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છ ઘનશ્યામના પુત્રએ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં, ગળામાં પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આ રોગ મળી આવ્યો હતો. ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે ગળાનું ઓપરેશન થયુું હતા, જેમાં 8 ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ પછી અભિનેતાએ શોમાંથી બ્રેક લીધો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકે તેમની તબિયત સ્થિર હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, “હું છેલ્લા ઘણા દિવસોથી કેન્સરની સારવાર લઈ રહ્યો છું અને આશા છે કે બધું જલ્દીથી ઠીક થઈ જશે. જો મુંબઈમાં શૂટિંગ જલ્દીથી શરૂ થશે, તો હું કામ પર વાપસી કરીશ,. હું આ માટે ઉત્સાહિત છું. દર્શકો કાલે મને તારક મહેતાના શઓ માં જોઈ શકશે. તે ખૂબ જ ખાસ એપિસોડ છે અને મને ખાતરી છે કે લોકોને મારું કામ હંમેશની જેમ ગમશે”.
અભિનેતાએ વધુમાં કહ્યું કે મહિનામાં એક વાર કીમોથેરાપી કરવામાં આવે છે. ડોક્ટરો કહે છે કે હું કામ કરી શકું છું અને તેમાં કોઈ સમસ્યા નથી. પોઝિટિવ ફિલિંગ્સ સાથે હું પહેલા કરતાં વધુ સારું અનુભવી રહ્યો છું. હું પણ સંપૂર્ણ રીતે ઠીક અને હેલ્ધી છું. તે કોઈ મોટી વાત નથી.