Site icon Revoi.in

ખાટો ઓડકાર આવ્યા પછી મોઢામાં સ્વાદ બગડી જાય છે? તો આ સમસ્યાને કરો દૂર

Social Share

આપણા દેશમાં ઘણા લોકોને એવું હોય છે કે જમ્યા પછી ઓડકાર આવે પછી જ તેમને રાહત થતી હોય છે,જમ્યા પછી ઓડકાર આવે એટલે એવું કહેવાય કે વ્યક્તિએ બરાબર જમી લીધુ.આવામાં કેટલાક લોકોને એવી પણ સમસ્યા હોય છે કે જેમાં તેમને ખાટો ઓડકાર આવી જતો હોય છે અને પછી મોઢામાં સ્વાદ બગડી જતો હોય છે. આ સમસ્યા જો કે એટલી ગંભીર નથી પણ કેટલાક લોકોને આ પસંદ આવતું નથી.

તો હવે જે લોકોને આ પ્રકારની સમસ્યા છે કે જેમાં તેમને ખાટો ઓડકાર આવતો હોય છે તેમાં તે લોકોએ કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેમાં સૌથી પહેલા પુદીનો કે જ્યારે કોઈને ગેસ અને હાર્ટબર્નની સમસ્યા હોય છે,ત્યારે લોકો વારંવાર પુદીના હારા અથવા ફુદીનાની ગોળીઓ લે છે. તે એન્ટાસિડની જેમ કામ કરે છે. જ્યારે તમને ખાટા ઓડકારની સમસ્યા હોય ત્યારે થોડા ફુદીનાના પાન લો અને પછી તેને ધોઈને મોઢામાં રાખો અને તેને ધીમે-ધીમે ચાવીને ખાઓ. તેનાથી ગેસ તો ઓછો થશે જ પરંતુ તે તમારા પેટને ઠંડક પણ આપશે.

હવે જો વાત કરવામાં આવે એલચીની તો સૌ કોઈને તે વાતથી જાણ હશે કે એલચી હંમેશાથી પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેનો અર્ક એસિડિટી ઘટાડે છે અને પાચન રસ વધારવામાં મદદ કરે છે. તેનાથી પેટની સમસ્યા નથી થતી અને તમે જે પણ ખાધું છે તે સરળતાથી પચી જાય છે. એટલે એસિડિટી કે ખાટા ઓડકાર આવે એટલે બે ઈલાયચી લઈ તેને ચાવીને ખાઓ અને અંતે એક ગ્લાસ પાણી પી લો તો આ રીતે તમે આ પાંચ વસ્તુઓ ચાવવાથી ખાટા ઓડકારથી બચી શકો છો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વરિયાળીની તો આપણા બધાના ઘરમાં હોય છે. તેથી, ખાટા ઓડકારની સ્થિતિમાં એક ચમચી વરિયાળી લો અને તેને ચાવીને ખાઓ. તે પહેલા ખાટા ઓડકારને બંધ કરશે અને પછી પેટની એસિડિટી ઘટાડશે. આ સાથે તે મોંનો સ્વાદ બદલશે અને મૂડ બૂસ્ટર તરીકે કામ કરશે.