1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્યને ઘરનું જમવાનું મળશે
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્યને ઘરનું જમવાનું મળશે

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્યને ઘરનું જમવાનું મળશે

0
Social Share

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોને કચડી નાખવાના કેસના આરોપી તથ્ય પટેલના રિમાન્ડ પુરા થતાં હાલ તથ્ય સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં રજુ કરી દીધી છે. ત્યારે કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહેલા આરોપી તથ્ય પટેલે જેલના બદલે બહારનું અથવા ટિફિન વ્યવસ્થાની માગ કરી હતી. જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જે તથ્ય પટેલની માગણીઓ પર સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. હવે જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેમજ અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરી શકાશે અને અગાઉ તથ્યના વકીલે સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના ફૂટેજ માગ્યા હતા અને CCTV ફૂટેજ અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગ્યું હતું. ઇન્વેસ્ટિગેશન ઓફિસર આજે એફિડેવિટ કરશે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ કર્યુ છે. છેલ્લા છ મહિનાની અંદર તથ્ય પટેલે ત્રણ અકસ્માત સર્જ્યા હતા. તથ્ય પટેલ નવ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોલીસે આરટીઓને અરજી આપી હતી. આ અરજી પ્રમાણે આરટીઓએ તથ્ય પટેલના લાઈસન્સને રદ કર્યું છે. અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. ચાર્જશીટમાં અકસ્માત બાદ કરાયેલા જુદા-જુદા રિપોર્ટ્સનો સમાવેશ થાય છે. મોટા ભાગના રિપોર્ટ FSL સંલગ્ન છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે ટેક્નિકલ રિપોર્ટ બરાબર છે તેમજ અકસ્માત માનવક્ષતિને લઈને થયો છે. પોલીસે ચાર્જશીટમાં પુરતા પુરાવા સાથે મજબુત સાક્ષીઓના નિવેદનો પણ લીધેલા છે. ત્યારે તથ્ય  કેસમાં નિર્દોષ છૂટે એવી એકપણ છટકબારી ચાર્જશીટમાં રાખવામાં આવની નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code