Site icon Revoi.in

તવાંગ ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર અને સેના સુરક્ષિત રાખશેઃ તવાંગ મઠના લામા

Social Share

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સતત ચર્ચામાં છે. આ દરમિયાન તવાંગ મઠે આ મુદ્દે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી કોઈને બક્ષશે નહીં. અમે ભારતીય સેનાને સમર્થન આપીએ છીએ. તેમણે તવાંગ મુદ્દે ચીની સરકારને ચેતવણી આપી છે.

તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ વધુમાં કહ્યું કે, ચીનની સરકાર હંમેશા અન્ય દેશોના પ્રદેશો પર નજર રાખે છે અને આ સંપૂર્ણપણે અયોગ્ય છે. તેમની નજર પણ ભારતની ધરતી પર છે. જો તેઓ દુનિયામાં શાંતિ ઈચ્છતા હોય તો તેમણે આવું ન કરવું જોઈએ.

તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું, ‘અમને પીએમ મોદીની સરકાર અને ભારતીય સેનામાં પૂરો વિશ્વાસ છે. સરકાર અને ભારતીય સેના તવાંગને સુરક્ષિત રાખશે. 1962ના યુદ્ધ દરમિયાન પણ આ મઠના સાધુઓએ ભારતીય સેનાને મદદ કરી હતી. તવાંગ તેનો ભાગ હોવાનો ચીન સરકારનો દાવો તદ્દન ખોટો છે. તવાંગ ભારતનું અભિન્ન અંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તવંગામાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી. અગાઉ પણ ભારત-ચીન સરહદ ઉપર બંને દેશની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંને દેશના જવાનો શહીદ થયાં હતા. સીમા સરહદને લઈને બંને દેશ વચ્ચેના સંબંધમાં વધારે અંતર આવ્યું છે. બંને દેશના જવાનો વચ્ચે સરહદ મુદ્દે વાતાઘાટો ચાલી રહી છે.