અમદાવાદઃ જીએસટીમાં કરદાતાઓને રિફન્ડ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ જીએસટી પોર્ટલમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે કરદાતાઓ જીએસટી પોર્ટલ પરથી પોતાના રિફન્ડનું સ્ટેટ્સ જોઈ શકશે. આ ઉપરાંત જીએસટી દ્વારા રકદાતોઓને તેમના રિફન્ડની જાણ એસએમએસ અને ઈ-મેઈસથી પણ કરવામાં આવશે. જીએસટી દ્વારા કરાયેલા આ નિર્ણયથી કરદાતોઓને રાહત મળશે.
જીએસટીને લીધે કરદાતોઓને પડતી મુશ્કેલી માટે અવાર-નવાર વિભાગના અધિકારીઓને રજુઆતો કરવામાં આવતી હોય છે. અને સમયાંતરે જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવતા હોય છે. જીએસટીના રિફન્ડ બાબતે વેપારીઓ અને ચેમ્બર દ્વારા પણ રજુઆતો કરવામાં આવી હતી. આથી કરદાતોઓને રિફંડ આપવા બાબતે પોર્ટલ પર પહેલો સુધારો કરાયો છે. હવે જીએસટી પોર્ટલ પર કરદાતા પોતાના રિફંડનું સ્ટેટસ જોઇ શકવાની સાથે રિફંડની માહિતી મેસેજ, ઇ-મેઇલથી જાણી શકશે.
સૂત્રોના કહેવા મુજબ જીએસટીના કરદાતાએ ફાઇલ કરેલા રિફંડની કામગીરી ક્યાં સુધી પહોંચી તેની જાણકારી ઓનલાઇન જોઇ શકશે તેમજ ડિપાર્ટમેન્ટ કરદાતાને મેસેજથી જાણ કરશે, જેથી કરદાતાને ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા નહીં પડે. ડિપાર્ટમેન્ટ જીએસટી પોર્ટલ સુવિધાયુક્ત બંને તેવા પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક કેસમાં વધુમાં વધુ 60 દિવસની સમયમર્યાદા રહેલી છે. જેથી કરદાતા અને મોટા ઉદ્યોગ ગૃહોને મોટી રાહત મળી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા રિફંડ પ્રોસેસ કરે તેવી કરદાતાને ઓનલાઇન અને મેસેજથી જાણ થઇ જશે. ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ પાઠવી હોય, રિફંડ પાસ કર્યું હોય, બેન્કમાં રિફંડ જમા કર્યું હોય તેવા તમામ વ્યવહારો કરદાતા ઓનલાઇન જોઇ શકશે અને ટ્રેક કરી શકશે. સામાન્ય રીતે કોઇ પણ રિફંડ ક્લેઈમ 15 દિવસમાં પાસ કરવો જરૂરી છે.