Site icon Revoi.in

AMCમાં ટેક્સની કામગીરી સંપૂર્ણપણે ઓનલાઈન, ફરિયાદ માટે ધક્કા ખાવા નહીં પડે

Social Share

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં હવે ટેક્સની કામગીરી સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવી રહી છે. જો કે પ્રોપર્ટી ટેક્સ તો ઓનલાઈન ભરી શકાય છે પણ હવે તો ટેક્સને લગતી કોઈપણ ફરિયાદો પણ ઓનલાઈન કરી શકાશે. નાગરિકો ઘરબેઠા જ ટેક્સને લગતી ફરિયાદ કરી શકશે. નાગરિકોએ સિવિક સેન્ટરો કે વોર્ડ ઓફિસમાં ફરિયાદ માટે જવું નહીં પડે. આગામી 19 સપ્ટેમ્બરથી ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે. અરજદારે કોઈપણ પ્રકારની અરજી અથવા ફરિયાદ કરવી હશે તો તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે પણ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ પડે તો તેઓ નજીકના સિવિક સેન્ટર અથવા ઝોન ઓફિસ પર જઈ અને કર્મચારીની મદદથી ઓનલાઈન અરજી કરી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ધીરે ધીરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડિજિટલ બની રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી પહેલા ટેક્સ વિભાગને હવે સંપૂર્ણપણે ઓનલાઈન કાર્યરત કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. તાજેતરમાં મળેલી રેવન્યુ કમિટીમાં ટેક્સ વિભાગને સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 19 સપ્ટેમ્બરથી ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે. અરજદારે કોઈપણ પ્રકારની અરજી અથવા ફરિયાદ કરવી હશે તો તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે પણ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ પડે તો તેઓ નજીકના સિવિક સેન્ટર અથવા ઝોન ઓફિસ પર જઈ અને કર્મચારીની મદદથી ઓનલાઈન અરજી કરી શકશે.

​​​​આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ટેક્સ વિભાગમાં અત્યારે કોઈપણ પ્રકારની અરજી કે ફરિયાદ હોય તો જે તે ઝોન કે વોર્ડ ઓફિસમાં કરવામાં આવતી હોય છે અને વોર્ડના ઇન્સ્પેક્ટર થકી ફરિયાદ-અરજી અલગ અલગ જગ્યાએ જતી હોય છે. આ પ્રક્રિયામાં ખૂબ જ સમય વેડફાતો હોય છે. જ્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હવે મ્યુનિ. કોર્પોરેશનમાં ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સની તમામ અરજીઓ હવે ઓનલાઇન લેવામાં આવશે. કોઈપણ પ્રકારની ફિઝિકલ અરજી કરવાની રહેશે નહીં. ટેક્સ માટેના તમામ દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને તેઓને QR કોડ આપવામાં આવશે જેમાં અરજદાર સ્કેન કરી અને તેની અરજીનું સ્ટેટસ પણ તપાસી શકશે.