1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMC દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 2435 મિલક્તો સીલ, હવે પાણી-ગટરના પણ કનેક્શનો કપાશે
AMC દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 2435 મિલક્તો સીલ, હવે પાણી-ગટરના પણ કનેક્શનો કપાશે

AMC દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 2435 મિલક્તો સીલ, હવે પાણી-ગટરના પણ કનેક્શનો કપાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ  હાથ ધરવામાં આવી છે. બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમ છતાંયે ઘણાબધા બાકીદારો વેરો ભરતા નથી. માત્ર કોમર્શિયલ જ નહીં રહેણાંક વિસ્તારોમાં પણ કરોડો રૂપિયાનો વેરો બાકી છે. કોમર્શિલ પ્રોપર્ટીનો વેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે. જ્યારે હવે રહેણાકની પ્રોપર્ટીને ટેક્સ બાકી હશે તો નળ-ગટરના કનેક્શનો કાપવામાં આવશે. એએમસીના ટેક્સ વિભાગ દ્વારા  ગઈકાલે કુલ 2435 જેટલી મિલકતને સીલ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં કુલ 638 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. કાંકરિયા, ગીતામંદિર રોડ, લાટી બજાર, દાણીલીમડા નારોલ નરોડા હાઇવે, મણિનગર ચાર રસ્તા, સુરેલીયા એસ્ટેટ રોડ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો-એસ્ટેટ સીલ કરવામાં આવ્યા છે.

એએમસીના ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી. એમની મિલકતને સીલ કરી ટેકસની વસૂલાત કરવામાં આવી રહી છે. મિલકત સિલીંગ ઝુંબેશ શરૂ કરાતા 5.91 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. મધ્ય ઝોન વિસ્તારમાંથી 1.33 કરોડથી વધુની આવક થઈ છે. જો આગામી દિવસોમાં મિલકત ધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો તેમના પાણી અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  એએમસીના ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ વલુલાત ઝંબેશને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2023- 24માં 1 એપ્રિલથી 16 માર્ચ 1 2024 સુધીમાં 1,514 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં 30 કરોડ રૂપિયાની વધુ આવક થઈ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેક્સ વિભાગને કડક સૂચના આપવામાં આવી હતી. કે, જે પણ મિલકત ધારકોના ટેક્સ બાકી હોય તેમને નોટિસ આપવામાં આવે. જો તેઓ દ્વારા ટેક્સ ન ભરવામાં આવે તો મિલકતને સીલ કરવામાં આવે છે. એક સાથે વિવિધ વિસ્તારોમાં ટીમો ઉતારી કાર્યવાહી થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code