Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર રનવેની સમાંતર ટેક્સી વે બનાવાશે, 100 મકાનો તોડાશે

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે અનેક ફ્લાઈટસનું આવન-જાવન હોવાથી રન-વે પણ ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વ્યસ્ત રહેતો હોય છે. હવે રન-વેની બાજુમાં ટેક્સી વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ટેક્સી-વે લંબાવવા માટે એરપોર્ટની બગલમાં આવેલા સરદારનગર એરિયાના નડતરરૂપ 100 મકાનો તો઼ડાશે, આ ઉપરાંત જમીન સંપાદન માટે સરકાર સાથે વાટાઘાટો કરાશે, આ કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ફ્લાઇટોના ટેકઓફ-લેન્ડિંગમાં સરળતા રહે તે માટે તાજેતરમાં રન- વેની પેરેરલ 395 મીટર ટેક્સી-વે વધુ લંબાવામાં આવ્યો હતો. એટલે કે રન-વેની સાથે અડધો ટેક્સી-વે હાલ કાર્યરત છે, જો કે હવે દિનપ્રતિદિન વધી રહેલી ફલાઈટોની મુવમેન્ટને લઇ 3505 મીટર રન-વેની સાથે ટેક્સી-વેનું કામ પૂરું કરવાની કામગીરીનો પ્રારંભ કરાશે. જેમાં ખાસ કરીને ટેક્સી-વે લંબાવવા માટે સરદારનગરના એરિયાના નડતરરૂપ 100 મકાનો તો઼ડાશે, આ ઉપરાંત જમીન સંપાદન માટે સરકાર સાથે વાટાઘાટો કરાશે, આ કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરાયો છે. જો આ ટેક્સી-વે પૂર્ણ કરવામાં સફળતા મળશે તો અમદાવાદ એરપોર્ટ પર હાલમાં પ્રતિ એક કલાકમાં 28 ફ્લાઈટોના ટેકઓફ-લેન્ડિંગથી વધી 36 થઇ જશે, ખાસ કરીને વાઇબ્રન્ટ કે અન્ય મોટી કોઈ ઇવેન્ટમાં ચાર્ટર્ડ ફલાઈટોની આવન જાવન વધુ હોય છે ત્યારે આવા સમયે ફ્લાઈટોને આકાશમાં હોલ્ટ કરવો પડશે નહીં.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  સરદાર પટેલ એરપોર્ટના રન-વેની દીવાલને અડીને આવેલી ઝૂંપડપટ્ટી પણ દૂર કરવામાં આવશે. આ રન-વેની પેરેરલ ટેક્સી-વે પૂરો કરવાની કામગીરી ચાલી રહી છે. વર્ષો જૂના 100 મકાનો છે જેમાં ઘણાં કાચાં છે પરંતુ તેમાં સ્થાનિકોનો વસવાટ કરી રહ્યા છે, હવે તેને હટાવવા માટે સ્થાનિક ઓથોરિટીની મદદ લેવાશે. કેમ કે રન-વેની આસપાસ રહેણાંક વાળો વિસ્તાર હોવાથી ભવિષ્યમાં નવો બીજો રન-વે બની શકે તેમ નથી. ઉપરાંત રન-વેની દિવાલને અડીને મોટી ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર પણ અતિ સંવેદનશીલ છે, તેને આગામી સમયમાં હટાવાશે.