ટેક્સ ભરનારા લોકોને પડી રહી છે મુશ્કેલી, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવે છે ટેક્નિકલ ખામી
- કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી
- ટેક્સ ભરવામાં આવી રહી છે તકનીકી ખામી
- સરકાર આ બાબતે જલ્દી નિરાકરણ લાવે તેવી સંભાવના
દિલ્હી : દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે કહ્યું કે નવા આવકવેરા વિભાગના ફાઇલિંગ પોર્ટલમાં તકનીકી અવરોધોને કારણે તે સમસ્યા અંગે ખૂબ જ ચિંતિત છે. ઇન્ફોસીસે કહ્યું છે કે તે આ મુદ્દાને વહેલી તકે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.જોકે, નવું પોર્ટલ 7 જૂને શરૂ કરાયું હતું.
આવકવેરા વિભાગની સાથે સરકારે કહ્યું હતું કે આ પોર્ટલ શરૂ કરવાનો હેતુ કરદાતાઓ માટે અનુપાલનને વધુ સરળ બનાવવાનો છે. જો કે, વપરાશકર્તાઓએ પોર્ટલ પર પ્રથમ દિવસથી તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ખુદ ઈન્ફોસીસ અને તેના ચેરમેન નંદન નીલેકણીને તકનીકી સમસ્યા હલ કરવા જણાવ્યું છે. ઇન્ફોસિસે 9 જૂને કહ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે એક સપ્તાહમાં સિસ્ટમ સ્થિર અને સારી રીતે કાર્ય કરશે. પરંતુ વપરાશકર્તાઓને હજી પણ પોર્ટલનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નાણાં મંત્રાલયના પ્રતિનિધિઓ 22 જૂને ઈન્ફોસિસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે અને પોર્ટલ સામે આવી રહેલા મુદ્દાઓ અને તકનીકી અવરોધો અંગે ચર્ચા કરશે. 22 જૂન 2021ના રોજ સવારે 11:00થી બપોરે 1:00 વાગ્ય સુધી ઇન્ફોસિસની ટીમની બેઠક યોજાશે. બેઠક દરમિયાન વાતચીતમાં આઇસીએઆઈના સભ્યો, ઓડિટર્સ, સલાહકારો અને કરદાતાઓ પણ ભાગ લેશે.