ચાની કિટલી સંચાલક લોકોને કિશોરકુમારના ગીતો સંભળાવી જીવી રહ્યાં છે ગાયક બનવાનું સ્વપ્ન
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એક કિટલી ઉપર દરરોજ મોટી સંખ્યામાં કિશોર કુમારના ગીતો સાંભળવા માટે ચાના શોખીનો આવે છે. કીટલી સંભાળનાર કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને ચા પીવા આવતા લોકોને કડક ચા પીવડાવવાની સાથે મનોરંજન પુરુ પાડે છે. છેલ્લા 40 વર્ષથી ચાની કીટલી ઉપર આવતા લોકોને કિટલી સંચાલક કિશોર કુમારના ગીત ગાઈને મનોજરંજન પુરુ પાડે છે. તેમનું ગાયક બનવાનું સ્વપ્ન પુર્ણ ન થતા કિશોર કુમારના ગીતો ગાઈને પોતાના સ્વપ્નને જીવી રહ્યાં છે.
http://www.facebook.com/1408491611/videos/555679375569831/
હિન્દી ફિલ્મના જાણીતા ગાયક કિશોર કુમાર ખુદ ચાના શોખીન હતા. તેમનું સ્વપ્ન હતું કે, મુંબઈમાં પોતાના ઘરની બહાર એક નહેરનું નિર્માણ કરવા માંગતા હતાં. જ્યાં તેઓ ગંડોલા હોડી ચલાવી શકાય. જેમ ઈટલીના વેનિસ શહેરમાં ચાલે છે. તેઓ આ હોટીમાં પોતાના મિત્રો સાથે ચાની ચુસ્કી લેવા માંગતા હતા. જો કે, કિશોર કુમારનું આ સ્વપ્ન પુરુ થયું ન હતું. જો કે, પશ્ચિમ બંગાળના કોલકતામાં ચાની કીટલી ચલાવતા 56 વર્ષિય પલટન નાગ પોતાની કીટલી ઉપર અનોખા અંદાજમાં ચા આપે છે.
તેઓ લગભગ 40 વર્ષથી કિશોર કુમારનું ગીત ગાય છે અને તેમને ગુરુ અને આદર્શ માને છે. તેમણે કહ્યું હતું કે, ગાયકી તેમનું પેશન છે અને હંમેશા તેઓ ગાયક બનવા માંગતા હતા. જો કે, નાની ઉંમરના પિતાનું અવસાન થતા ઘર પરિવારની જવાબદારી માથા ઉપર આવતા તેમણે ચાની કીટલી શરૂ કરી હતી. જો કે, તેમનું પેશન-શોકને લોકોની પસંદ બની ગઈ છે. તેમની દુકાન ઉપર કિશોર કુમરના ગીતો ગાતા-ગાતા ચાના શોકીનેને ચા પુરી પાડે છે.