વર્ષો પહેલા ભૂલથી બનેલી ચા આજે લોકોના જીવનનો અંગ બની, જાણો ચાનો ઈતિહાસ અને પ્રકાર
મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત ચાથી કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ચા કેવી રીતે શરૂ થઈ. વર્ષો પહેલા એક ભૂલથી શરુ થયેલી ચા આજે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત પીણુ બની ગઈ છે. એટલું જ નહીં ચા લોકોના જીવનનો એક ભાગ બની ચુકી છે.
ચીનથી શરૂઆતઃ ચા વિશે એવું કહેવાય છે કે 2732 બીસીમાં ચીનના શાસક શેંગ નુગે આકસ્મિક રીતે ચાની શોધ કરી હતી. ખરેખર, એકવાર રાજા પીવાનું પાણી ગરમ કરી રહ્યા હતા, પરંતુ ભૂલથી તેમાં ક્યાંકથી કેટલાક પાંદડા પડી ગયા હતા. પાણીમાં પડેલા પાંદડાને કારણે અચાનક પાણીનો રંગ બદલાઈ ગયો અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગી હતા. આ પછી રાજાને લાગ્યું કે તે નશામાં હોઈ શકે છે. જ્યારે રાજાએ તે પાણી પીધું ત્યારે તેને તે ખૂબ ગમ્યું. આટલું જ નહીં, આ પાણી પીધા બાદ રાજાને ઘણી તાજગી અને શક્તિનો અનુભવ થયો. ત્યારથી રાજાએ આ રંગનું પાણી પીવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ રાજાએ આ રંગીન પાણીને ચા નામ આપ્યું હતું.
ભારતમાં ચાનો પરિચયઃ ભારતમાં ચાની શરૂઆત વિશેની વાર્તા એવી છે કે ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિક વર્ષ 1834માં ભારત આવ્યા હતા. તે સમયે આસામના કેટલાક લોકો ગરમ પાણીમાં ચાની પત્તી ઉકાળીને તેને દવા તરીકે પીતા હતા. જ્યારે તેણે આ જોયું ત્યારે તે ખૂબ જ ઉત્સુક થયો. આ પછી તેણે સામાન્ય લોકોને તેના વિશે જાણ કરી અને આ રીતે ભારતમાં ચાની શરૂઆત થઈ હતી.
- ચાના પ્રકારો
બ્લેક ટીઃ બ્લેક ટીમાં દૂધ નથી હોતું. ચાના પાંદડાને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. તેની ખેતી ભારત, ચીન, તિબેટ, મંગોલિયામાં થાય છે.
ગ્રીન ટીઃ આજકાલ લોકો પોતાને ફિટ રાખવા માટે ગ્રીન ટી પીવે છે. તેમાં ડાયાબિટીસ, કેન્સર અને માનસિક બીમારીઓ સામે લડવાની ક્ષમતા છે. તેને ભારત અને ચીનમાં ઉગાડવામાં આવે છે.
બ્લૂ ટીઃ આ એક હર્બલ ચા છે. તેને અપરાજિતા નામના ફૂલમાંથી બનાવવામાં આવે છે. તેને પીવાથી યાદશક્તિમાં સુધારો થાય છે, આ સિવાય તે ચિંતામાં પણ ઘટાડો કરે છે. એટલું જ નહીં, તે ડાયાબિટીસને રોકવામાં મદદરૂપ છે.
રેડ ટીઃ તેને રૂઇબોસ ટી પણ કહેવામાં આવે છે. આ ટી દક્ષિણ આફ્રિકામાં ઉગતા ‘એસ્પલાથસ’ નામના ઝાડમાંથી આવે છે. તેમાં ગ્રીન ટી કરતા 50% વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેને પીવાથી પાચનમાં મદદ મળે છે અને વાળ મજબૂત થાય છે.
યલો ટીઃ આ ચા પીવાની શરૂઆત ચીનથી થઈ હતી. તેના પાંદડાને ખાસ રીતે સૂકવીને તૈયાર કરવામાં આવે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ્સ ગ્રીન ટી સમાન હોય છે.
દુધની ચા: દરેકને આ વિશે ખબર હશે. ખાસ કરીને ભારતમાં દરેક પરિવારમાં દૂધ સાથેની ચા બનાવવામાં આવે છે. આ ચામાં વપરાતા પાંદડા ખાસ કરીને ભારતના આસામ રાજ્યમાંથી તૈયાર કરવામાં આવે છે.