Site icon Revoi.in

એલ્યુમિનિયમની જગ્યાએ સ્ટીલના વાસણમાં ચા બનાવવી જોઈએ !

Social Share

આપણા દેશમાં ચાને રાષ્ટ્રીય પીવા તરીકે જોવામાં આવે છે કેમ કે મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે. તેમજ અનેક લોકો સાંજે પણ ચા પીવાનું પસંદ કરે છે. શિયાળામાં ચા શરીરને ગરમી આપે છે. આપણા ઘરોમાં ચા બનાવવા માટે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કયું વાસણ ચા બનાવવા માટે શ્રેષ્ઠ છે અને કયું વાસણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

સ્ટીલના વાસણમાં ચા બનાવવાથી તેનો સ્વાદ અને ગુણવત્તા જળવાઈ રહે છે. ચા બનાવવામાં આવે ત્યારે તેમાં રહેલા મોટાભાગના પોષક તત્વો નષ્ટ થતા નથી. જેના કારણે ચાનો રંગ પણ સારો રહે છે. મતલબ કે તેમાં ચા બનાવવી નુકસાનકારક નથી. જો કે, ક્રોમિયમ અથવા નિકલથી પોલિશ કરેલા સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં ચા ક્યારેય બનાવવી જોઈએ નહીં, નહીં તો સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડી શકે છે.
એલ્યુમિનિયમ બોક્સાઈટથી બનેલું છે, જે એક પ્રકારની થાઇરોટોક્સિક ધાતુ છે. તેમાં બનેલી ચા શરીરને નુકસાન પહોંચાડે છે

એલ્યુમિનિયમના વાસણોમાં બનેલી ચા શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે. જો ઘરમાં વારંવાર એલ્યુમિનિયમના વાસણોમાં ચા બનાવો છો તો ગંભીર શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આ ચાનો સ્વાદ પણ બગાડી શકે છે.

બંને વાસણો આપણા ઘરમાં હાજર હોય છે. પરંતુ સ્ટીલના વાસણમાં ચા બનાવવાના ફાયદા છે અને એલ્યુમિનિયમ નુકસાન પહોંચાડી શકે છે, તેથી જો ચા બંનેમાંથી એકમાં બનાવવી હોય તો સ્ટીલના વાસણમાં ચા બનાવવી વધુ સારું છે.