કહેવાય છે કે બાળકોને જે પણ રૂપમાં નાખવામાં આવે છે,તેમાં તેઓ ઘડાય જાય છે.કોઈપણ ટેવ તેમને બાળપણમાં સરળતાથી શીખવી શકાય છે.બાળપણમાં શીખેલી આદતો જીવનભર તેમની સાથે રહે છે.આમાં સૌથી અગત્યની છે તંદુરસ્ત સંબંધી આદતો જે દરેક બાળકે અનુસરવી જોઈએ.
ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમના બાળકો શાકભાજી ખાતા નથી.આનું કારણ એ છે કે બાળપણમાં તમે તમારા બાળકને શાકભાજી ખાવાનો આગ્રહ નહોતો કર્યો.જે બાદ તેને શાકભાજી ન ખાવાની આદત પડી ગઈ હતી.એટલા માટે જરૂરી છે કે,નાનપણથી જ તમે તમારા બાળકના આહારમાં ધીમે ધીમે તમામ પ્રકારની પૌષ્ટિક શાકભાજી ઉમેરવાનું શરૂ કરો.આનાથી તેમનામાં પૌષ્ટિક ખોરાક ખાવાની ટેવ પડશે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મોટાભાગના બાળકોને સવારે નાસ્તો છોડવાની આદત હોય છે, જે સારી બાબત નથી.તમારા બાળકને ખોરાકનો આદર કરતા શીખવો.તેમને પ્રેમથી નાસ્તો પૂરો કરવા આગ્રહ કરો.
બાળકને વાંચવાની ટેવ પાડો.જો શક્ય હોય તો, અખબારના થોડા પાના અને વાંચવા માટે એક પુસ્તક આપો.વાંચનથી કોઈપણ મનુષ્યમાં વિરામ આવે છે, મન શાંત રહે છે અને સાથે સાથે આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની પણ જાણ થાય છે.
બાળકને પાણી પીવાની ટેવ પાડો. સ્વાદને કારણે બાળકો ઘણીવાર સોડા પીવાનો પ્રયાસ કરે છે. તો તેમને સોડા પીવાના ગેરફાયદા જણાવો અને તેમના સ્વાસ્થ્ય માટે સારી વસ્તુઓ પસંદ કરવાનું કહો.
ફક્ત બાળપણમાં આ બધી બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા બાળકોમાં સારી તંદુરસ્તની આદતો કેળવી શકો છો.