શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષકોનો વિરોધઃ પ્રાથમિક શિક્ષકો સર્વેક્ષણ બહિષ્કાર કરશે
ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી રહી છે. પ્રાથમિક શિક્ષક મહાસઘં દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જેમાં આગામી 22મી ઓગસ્ટ સુધીમાં શિક્ષણ સ્વચ્છતા સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો એવી ચીમકી આપવામાં આવી છે કે 24મી ઓગસ્ટથી શિક્ષણ સતા સર્વેક્ષણ નો બહિષ્કારની ચિમકી આપવામાં આવી છે
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સજજતા સર્વેક્ષણ ની તારીખ જાહેર કરી દેવાઇ છે જેમા ધોરણ 1 થી 5 ના શિક્ષકો, ધોરણ 6 થી 8ના ભાષા શિક્ષકો તેમજ ધોરણ 6 થી 8ના ગણિત–વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો ત્રણ તબક્કામાં સતા સર્વેક્ષણ હાથ ધરવા માટે રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને વિષય સંબંધી વિગતો ભરવાની સૂચના આપવામાં આવી છે. માત્ર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ આ સજજતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે.
પ્રાથમિક શિક્ષણ મહાસંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા–વિચારણા કરીને પ્રાથમિક શિક્ષકો માટે 24મી ઓગસ્ટથી શરૂ થનારા સજજતા સર્વેક્ષણ રદ કરવાની માગણી લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ અંગે 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ સસજજતા સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો 24મી ઓગસ્ટથી પ્રાથમિક શિક્ષકો દ્રારા આ સર્વે નો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે