દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ
દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા. 25મી ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ટેસ્ટના પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં ગયા બીજો દિવસે વરસાદને કારણે ધોવાયો હતો. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 272ના સ્ટોર સાથે ફરી મેદાનમાં ઉતરી હતો. જો કે, દક્ષિણ આફ્રિકાના બોલરો સામે ભારતના બેસ્ટમેનો સ્ટોરને મોટો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયામાં ઓપનર કે.એલ.રાહુલએ સૌથી વધારે 123 રન બનાવ્યાં હતા. જ્યારે મયંક અગ્રવાલે 60, વિરાટ કોહલીએ 35, રહાણેએ 48, ઋિષભ પંથ 8, આર. અશ્વિને 4, શાર્દુલ ઠાકુરએ 4, શમીએ 8, બુમરાહે 14 અને સિરાઝે 4 રન બનાવ્યાં હતા. જ્યારે ચેતેશ્વર પુજારા શૂન્ય રને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધારે 6 વિકેટ નગીદીએ લીધી હતી. જ્યારે રબાડાએ 3 વિકેટ લીધી હતી. રબાડા અને નગીદીની જોડીએ ટીમ ઈન્ડિયાના 9 બેસ્ટમેનોને આઉટ કરીને પેવેલિયન મોકલ્યાં હતા. ભારત તરફથી રાહુલ અને અગ્રવાલે ઓપનિંગમાં સારો સ્ટોર કર્યો હતો. રાહુલ અને અગ્રવાલ વચ્ચે 117 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે કે.એલ.રાહુલ અને રહાણે વચ્ચે 79 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 55 રનમાં સાત વિકેટ ગુમાવી હતી.
(PHOTO-BCCI)