મુંબઈ:ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત સોમવારે (31 ઓક્ટોબર) BCCI દ્વારા કરવામાં આવી છે.ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે.વનડે ટીમની કપ્તાની શિખર ધવનના હાથમાં રહેશે.
ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કે. યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનો ભાગ નથી.એટલે કે આ તમામ ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2022 બાદ પોતાના ઘરે પરત ફરશે.ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને T20 વર્લ્ડ કપ રમી રહી છે, તેથી ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની નજીક છે.તેથી, બાકીની ટીમ આ પ્રવાસ પછી જ સ્વદેશ પરત ફરશે.નવેમ્બર બાદ ભારતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે.