- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- અજિંક્ય રહાણેની વાપસી
- BCCIએ ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત
મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. BCCIએ મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ ટીમમાં સૌથી ખાસ વાત અજિંક્ય રહાણેની વાપસી હતી
રહાણે 15 મહિના બાદ ટીમમાં પરત ફર્યો છે. ઈજાના કારણે બહાર થયા બાદ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. કમરના દુખાવા માટે ઐય્યરે યુકેમાં ઓપરેશન કરાવ્યું છે.
ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે ઑસ્ટ્રેલિયા સામે 7 થી 11 જૂન દરમિયાન ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. આ સિવાય રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેએસ ભરત ટીમમાં એકમાત્ર સ્પેશિયાલિસ્ટ વિકેટ-કીપર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ માટે ટીમમાં સામેલ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને વર્તમાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. સાથે જ જસપ્રીત બુમરાહને પણ સ્થાન મળ્યું નથી. તે ઘાયલ થઈને ચાલી રહ્યો છે.
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકોની નજર આ બ્લોકબસ્ટર ફાઇનલ મેચ પર છે.
રહાણેએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 82 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 4931 રન બનાવ્યા છે. તેની એવરેજ 38.52 છે. રહાણેના નામે 12 સદી અને 25 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 188 છે.