- ઓસ્ટ્રેલિયા માટેની ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ
- ઋષભ પંત ટીમમાંથાી આઉટ થયો
- ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને તક મળી છે
દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયા માટેની ટેસ્ટ મેચ આવતી કાલે ગુરુવારથી ઓસ્ટ્રેલિયાના એડિલેટ ખાતે રમાનાર છે ત્યારે ઈન્ડિયા ક્રિકેટ ટીમ દ્રારા પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને તક મળી છે.બીજી બાજુ અશ્વિન અને સાહા પણ પહેલી ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે.
આ સાથે જ ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, અને મહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ સંભાળશે. 17 ડિસેમ્બરથી શરૂ થનારી આ પહેલી ટેસ્ટ મેચ ડે-નાઈટ રમાશે, ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ બીજી અભ્યાસ મેચમાં ઋષભ પંતે સદી ફટકારી હતી જો કે તે આ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે, આ સાથેજ હનુમા વિહારીએ પણ અભ્યાસ મેચમાં સદી ફટકારી હતી.
UPDATE
: Here’s #TeamIndia’s playing XI for the first Border-Gavaskar Test against Australia starting tomorrow in Adelaide. #AUSvIND pic.twitter.com/WbVRWrhqwi — BCCI (@BCCI) December 16, 2020
ઉલ્લખેનીય છે કે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી પર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે, આ પહેલા ભારતે વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતામાં પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી.
ટીમ ઈન્ડિયા પ્લેઇંગ XI: વિરાટ કોહલી,મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા,રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે,
સાહિન-