Site icon Revoi.in

પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ ક્રમાંકે પહોંચી ટીમ ઈન્ડિયા

Social Share

નવી દિલ્હીઃ પર્થના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના પોઈંન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે.

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ ટેબલ(WTC POINT TABLE)માં ટોપ ક્રમાંક પર પહોંચી ગઈ છે. આના પહેલા પાકિસ્તાનની ટીમ નંબર 1 પર હતી, પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી હારને કારણે બીજા નંબરે સ્થાન મળ્યું છે. હાલ બંન્ને ટીમોના પોઈન્ટ્ની ટકાવારી સરખી છે. પરંતુ ભારત હાલ કોઈ મુકાબલો હાર્યું નથી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર પાંચમાં સ્થાને પહોચ્યું છે.

પાકિસ્તાનની સામે પર્થ ટેસ્ટમાં મળેલી જીતની સાથે જ ઓસ્ટ્રેલિયા ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે. પાકિસ્તાનની ટીમના પોઈન્ટ પર્સેન્ટ 66.67 થયા છે. ભારતના પણ 66.67 ટકા જ છે.

પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ પારીમાં ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરની શતકીય ઈનીંગ સાથે 478 રનનો સ્કોર ઉભો કર્યો. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમએ 271 રન બનાયા. પ્રથમ પારીના આધાર પર ઓસ્ટ્રેલિયાને 216 રનોની લીડ મળી હતી. કાંગારુ ટામએ બીજી ઈનીંગસમાં પાંચ વિકેટ પર 233 રન સાથે દાવ ડીક કર્યો હતો. આમ પાકિસ્તાનને જીતવા માટે 450 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ બીજી ઈનીંગમાં 89 રન પર જ સમેટાઈ ગઈ હતી અને 360 રનનો હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારું ટીમ માટે મિચેલ સ્ટાર્ક એને જાશ હેજલવુડએ 3-3 વિકેટ, જ્યારે નાથન લિયોનને 2 વિકેટની સફળતા મળી હતી.

(Photo-File)