ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યાં બાદ હવે વન-ડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમનું માનવું છે કે, રોહિત શર્મા એવો કેપ્ટન છે જે ટીમમાં હાજર રિસોર્સનો સારી રીતે ફાયદો ઉઠાવી શકે છે. તેમણે રોહિત શર્માની સાથે વિરાટ કોહલીની બેટીંગના પણ વખાણ કર્યાં હતા.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કોઈને વધારે પ્રભાવિત કરવા વિશે વિચારતા નથી. તેઓ ટીમ સામે શ્રેષ્ઠ હોય તે જ કરે છે. રોહિત શર્મા ટીમના દરેક ખેલાડીમાં રહેલી પ્રતિભાનો ફાયદો ઉઠાવાનું જાણે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ બેસ્ટમેનમાં સામેલ છે જેની ખુશી સાથે ગર્વ પણ છે.
રવિ શાસ્ત્રી વર્ષ 2014થી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા છે. હેડ કોચ બન્યાં પહેલા તેઓ ટીમના ડાયરેક્ટર તરીકે જોડાયેલા હતા. વર્ષ 2017માં હેડ કોચ અનિલ કુંબલેનો કાર્યકાળ પૂર્ણ થતા રવિ શાસ્ત્રી હેડ કોચ બન્યાં હતા. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષ 2014માં ટીમ ઈન્ડિયામાં એમએસ ધોની મોટુ નામ હતું. તે બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા જ મોટુ નામ હતું. બંનેએ જે રીતે લિમિટેડ ઓવર ફોર્મેટ અને ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન કર્યું છે તે જોરદાર છે. ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ઉપર હરાવવું તે બહુ મોટી વાત કહેવાય.
(Photo-File)