બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી
- ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ
- ટી 20 વર્લ્ડકપની નવી જર્સી લોંચ
દિલ્હીઃ- દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ટી 20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.ત્યારે આ મેચનો ઉત્સાહ કઈક વધુ જોઈ શકાય છે,ત્યારે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. કિટ સ્પોન્સર એમપીએલ એ નવી જર્સીના લોન્ચની પુષ્ટિ કરી છે આ જર્સીનો રંગ વાદળી છે. આ સાથે જ આ જર્સીમાં જેમાં ત્રણ સ્ટા પણ જોવા મળ્યા છે.
To every cricket fan out there, this one’s for you.
Presenting the all new T20 Jersey – One Blue Jersey by @mpl_sport. #HarFanKiJersey#TeamIndia #MPLSports #CricketFandom pic.twitter.com/3VVro2TgTT
— BCCI (@BCCI) September 18, 2022
જર્સી લોંચ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની આ નવી જર્સીમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને મહિલા ક્રિકેટર હરમન પ્રિત કૌર પોઝ આપી રહ્યા છે આ ફોટો સોસિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહ્યો છે .
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ઓક્ટોબર મહિનામાં ટી 20 વર્લ્ડ માટે ઓસ્ટ્રેલિયા જશે, વિતેલા દિવસની સાંજે ઈન્આડિયા ટીમ માટે આ નવી જર્જેસી લોંચ કરાઈ છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે.ઉલ્લેખનીય છે કે આ નવી જર્સીમાં જોવા મળતા આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વિશ્વ જીતવાની નિશાની છે