ટીમ ઇન્ડિયા બુધવારથી વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેની પહેલી મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હશે. ઇંગ્લેન્ડના મેદાન પર બંનેની વચ્ચે આ ચોથી વનડે રમવામાં આવશે. આ પહેલા રમવામાં આવેલી 3 વનડેમાંથી 2 જીતવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી છે.
ઇંગ્લેન્ડના મેદાન પર દક્ષિણ આફ્રિકાએ છેલ્લી વાર ભારત વિરુદ્ધ 15 મે, 1999ના રોજ જીત હાંસલ કરી હતી. હોવના મેદાન પર રમાયેલી આ મેચમાં તેણે ભારતને 16 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ રમાયેલી બંને મેચ ટીમ ઇન્ડિયાએ જીતી છે. 2012 પછીથી ભારતે દક્ષિણ આફ્રિકાને આઇસીસીની 5 અલગ-અલગ ઇવેન્ટમાં હરાવ્યું છે. આ ઇવેન્ટ્સ છે, 2012 અને 2014 ટી-20 વર્લ્ડકપ, 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 વર્લ્ડકપ.
ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 2 વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે, જ્યારે એક વાર ફાઇનલ અને 3 વાર સેમીફાઇનલ રમી છે. એકવાર સુપર સિક્સ સુધી પણ પહોંચી છે. દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી 4 વખત વર્લ્ડકપના સેમીફાઇનલમાં પહોંચી છે, પરંતુ તમામમાં હાર્યું છે. પરંતુ ટુર્નામેન્ટ્સમાં ભારત વિરુદ્ધ તેનો રેકોર્ડ સાકો છે. વર્લ્ડકરમાં બંનેએ એકબીજા વિરુદ્ધ અત્યાર સુધી 4 મેચો રમી છે, તેમાંથી 3માં દક્ષિણ આફ્રિકા જીત હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 83 વનડે રમવામાં આવી છે. તેમાંતી ભારતે 34 અને દક્ષિણ આફ્રિકાએ 46 જીતી છે. ત્રણ વનડેનું પરિણામ આવ્યું નહીં. જોકે, છેલ્લી 10 વનડેમાંથી ટીમ ઇન્ડિયા 7માં જીત હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
ન્યુટ્રલ ગ્રાઉન્ડ્સ પર ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 21માંથી 9 વનડે જીતી છે, જ્યારે 11માં તેને હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઇન્ડિયા ન્યુટ્રલ ગ્રાઉન્ડ્સ પર છેલ્લી વાર દક્ષિણ આફ્રિકાથી 2007માં હારી હતી. ત્યારબાદ તેણે આવા મેદાનો પર 5 વનડે રમી અને તમામમાં જીત હાંસલ કરી.