WTC પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર ટીમ ઈન્ડિયા, બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ
દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે મેચ અત્યાર સુધી રમાઈ ચુકી છે. જેમાંથી એકમાં ભારતનો વિજય થયો હતો. હાલ WTC પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા ટોપ ઉપર છે. જ્યારે બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. બંને ટીમોના હાલ 12-12 પોઈન્ટ છે. જ્યારે ચોથા ક્રમે ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ સાથે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ પૈકી ડ્રો ગઈ હતી જ્યારે એકમાં ભારતનો વિજય થયો હતો. એટલે જીતની ટકાવારી 58 ટકા જેટલી છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની જીતની ટકાવારી 50-50 ટકા છે. પાકિસ્તાને મંગળવારે સબીના પાર્કમાં વેસ્ટઇન્ડિઝને પાંચમા દિવસે 219 રન પર આઉટ કરીને 2 મૅચની સિરીઝ બરાબર કરી લીધી હતી અને 12 પોઇન્ટ મેળવ્યા હતા. આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11માં ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શકયતા છે.
(PHOTO-FILE)