નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019માં ટીમ ઈન્ડિયાની શાનદાર સફર ચાલુ છે. આ ઘટનાક્રમમાં વિરાટ સેનાની આગામી મેચ 22 જૂને અફઘાનિસ્તાન સાથે રમાશે. આ મેચ સાઉથેમ્પટનના હેમ્પશાયર બાઉલ સ્ટેડિયમમાં રમાશે. પોતાની આખરી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 89 રનોથી હરાવીને વિજયી ક્રમ જાળવી રાખ્યો હતો. આ વિશ્વકપમાં ભારતની અત્યાર સુધીમાં કુલ ચાર મેચ થઈ ચુકી છે. જેમાંથી ત્રણ મેચમાં તેને જીત પ્રાપ્ત થઈ છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
વર્લ્ડકપ 2019માં ભારતનો સૌથી મોટો મુકાબલો 30મી જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે. વિશ્વકપની સૌથી મોટી દાવેદાર ગણાતી આ બંને ટીમો બર્મિઘમના ઐજબેસ્ટન મેદાનમાં આમને-સામને હશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પહેલીવાર ભગવા રંગની જર્સી સાથે ક્રિકેટ મેચ રમતી દેખાશે. મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટમાં રંગીન કપડાના આવ્યા બાદથી જ સતત ભૂરા રંગની જર્સીમાં જોવા મળી છે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા ઈતિહાસમાં પહેલીવાર હશે કે જ્યારે ભગવા રંગની જર્સી પહેરીને ક્રિકેટ મેદાનમાં મેચ રમવા માટે ઉતરશે.
મહત્વપૂર્ણ છે કે આઈસીસીના નવા નિયમો પ્રમાણે વિશ્વકપની મેચોમાં રમનારી બે ટીમોમાં કોઈ એક ટીમને હોસ્ટ અને એખ ટીમને વિઝિટર બનાવાય રહી છે. મેચમાં હોસ્ટ ટીમ પોતાની પરંપરાગત જર્સીમાં રમશે, જ્યારે વિઝિટિંગ ટીમને અન્ય જર્સી પહેરવી પડશે. વિશ્વ કપમાં હોસ્ટ ટીમ અને વિઝિટિંગનો નિર્ણય આઈસીસી ખુદ કરશે, કારણ કે વિશ્વકપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે અને તેવામાં ઈંગ્લેન્ડ એકમાત્ર હોસ્ટ ટીમ છે. પરંતુ બાકીની મેચોમાં આઈસીસી હોસ્ટ અને વિઝિટિંગ ટીમની પસંદગી કરશે. વિશ્વકપ બાદ આ નિયમ તમામ આંતરરાષ્ટ્રીય વનડે અને ટી-20 મેચોમાં પણ લાગુ કરવામાં આવશે.