દિલ્હીઃ ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન છે, જેમણે અનેક રન અને સદી ફટકારી હોય, પરંતુ ભારતના ત્રણ ક્રિકેટરો ODI ક્રિકેટમાં દુનિયાના કોઈપણ બોલર દ્વારા આઉટ થઈ શક્યા હતા. ભારતના 3 બેસ્ટમેનને વિશ્વનો કોઈ બોલર વન-ડે ક્રિકેટમાં આઉટ કરી શક્યા નથી.
સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેને ધોનીનો ડુપ્લિકેટ કહેવામાં આવતો હતો. સૌરભ તિવારીના લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર ત્રણ જ ODI રમી હતી, જેમાં તે માત્ર બે જ ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યો હતો. આ બંને ઇનિંગ્સમાં સૌરભ તિવારી અણનમ રહ્યો હતો. આ પછી તેને ઈન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું. ફેજ ફજલએ સ્થાનિક ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાનું તરફ ખેંચવામાં સફળ રહ્યો છે. જેથી તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. પરંતુ આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે એક વાર વન-ડે મેચ રમ્યો છે. વર્ષ 2016માં રમાયેલી વન-ડે મેચમાં ઝીમ્બાબ્વે સામે ફેજ ફજલએ અણનમ 55 રન બનાવ્યાં હતા. જે બાદ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું.
ભરત રેડ્ડીનું નામ ભલે આજના યુવાનો જાણતા ન હોય, પરંતુ આ ખેલાડીને ભારત માટે માત્ર ત્રણ વન-ડે રમવા મળી છે. ભરત રેડ્ડીએ 1978 થી 1981 દરમિયાન ભારત માટે ત્રણ વનડે રમી હતી, જેમાં તેને બે વખત બેટિંગ કરવાની તક મળી હતી અને તે બંને વખત અણનમ રહ્યા હતા. આ પછી ભરત રેડ્ડી પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા અને તેમની કારકિર્દીનો પણ દુઃખદ અંત આવ્યો હતો.